NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • સ્કૂલનું સર્વર હેક કરવા બદલ સસ્પેન્ડ થયેલા યુવાને વિશ્વના 1 લાખ કમ્પ્યૂટર્સ બચાવ્યા

સ્કૂલનું સર્વર હેક કરવા બદલ સસ્પેન્ડ થયેલા યુવાને વિશ્વના 1 લાખ કમ્પ્યૂટર્સ બચાવ્યા

 | 11:53 pm IST

બ્રિટનના ૨૨ વર્ષના યુવાન માર્કસ હચિન્સે તાજેતરમાં જે કરતબ કરી બતાવ્યું છે તેના કારણે સમગ્ર દુનિયામાં તેના વખાણ થઈ રહ્યા છે. આ યુવાને શુક્રવારે થયેલા રેન્સમવેર એટેકમાં ૧,૦૦, ૦૦૦ કમ્પ્યૂટર્સને બચાવ્યા હતા. વૈશ્વિક મુશ્કેલી સામે લોકોને બચાવનાર માર્કસ જણાવે છે કે, તેને આ કામ કરીને ખૂબ જ આનંદ છે પણ વાસ્તવિકતા થોડી જુદી અને વિચિત્ર છે. માર્કસને તેની સ્કૂલની ઈન્ટરનેટ સિસ્ટમ હેક કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ સિવાય તેણે આઈટી વિભાગમાં જવા માટે જીસીએસઈની પણ પરીક્ષા આપી હતી જેમાં તે નાપાસ થયો હતો.

મારી પાસે ખુલાસા માગવામાં આવ્યા હતા
માર્કસ જણાવે છે કે, મેં જ્યારે સ્કૂલના ઈન્ટરનેટ સર્વરમાં ફેરફાર કર્યા ત્યારે મને શોધી કાઢવામાં આવ્યો હતો. તે ઉપરાંત મને પ્રિન્સિપાલની કચેરીમાં લઈ જવાયો હતો. ત્યાં મારી પાસે ખુલાસો માગવામાં આવ્યો હતો કે, મેં આવું કેમ અને કેવી રીતે કર્યું. મેં માત્ર પ્રોક્સિ કન્ટ્રોલ દ્વારા સ્કૂલના ઈન્ટરનેટ ઓપ્શનના કન્ટ્રલે બદલ્યા હતા. મને તેના કારણે જ પકડવામાં આવ્યો હતો. મને ત્યારે નોહતી ખબર કે મેં જે કામ કર્યું છે તે ગુનો છે.

મને કમ્પ્યૂટર્સને હાથ પણ અડાવવાની મનાઈ ફરમાવી હતી
સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલે માર્કસને જણાવી દીધું હતું કે, તેણે કમ્પ્યૂટર્સને હાથ પણ અડાડવો નહીં. તેના પર આરોપ હતો કે, તે સિસ્ટમ હેક કરીને ઈન્ટરનેટની કામગીરી બંધ કરી દીધી છે. વાસ્તવિકતા એ હતી કે હું પ્રોક્સિ સર્વર દ્વારા મારા મિત્ર સાથે ચેટ કરતો હતો. તેણે એમ પણ જણાવ્યું કે, ત્યારબાદ મને જીસીએસઈની પરીક્ષા કમ્પ્યૂટર્સના ઉપયોગ વગર જ આપવાનો આદેશ આપવામાં આવ્યા હતો. મેં તેના માટે તૈયાર કરી અને પરીક્ષા આપવાનો પ્રયાસ થયો પણ તેમાં હું નાપાસ થયો હતો. મને ઈન્ટરનેટ એક્સેસ ધરાવતા કમ્પ્યૂટર્સના ઉપયોગ કરવાની જ માનઈ કરવામાં આવી હતી.

1