the-42-year-old-computer-can-be-sold-for-rs-2-1-crore
  • Home
  • Technology
  • 42 વર્ષ જુનું આ કોમ્પ્યુટર 2.1 કરોડમાં વેચાઈ શકે છે

42 વર્ષ જુનું આ કોમ્પ્યુટર 2.1 કરોડમાં વેચાઈ શકે છે

 | 6:38 pm IST

અમેરિકન ટેક્નૉલૉજીના દિગ્ગજ એપલની ઘણી પ્રોડક્ટ્સ છે, પરંતુ વિશ્વભરમાં કંપની કમ્પ્યુટર અને આઇફોનના કારણે વધુ લોકપ્રિય છે. એપલનું પ્રથમ કમ્પ્યુટર 1976-77માં બનાવવામાં આવ્યું હતું તેનું નામ એપલ -1 હતું.

એપલ-1 એ એપલના બંને ફાઉન્ડર્સ સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વૉજનિએકે સાથે મળીને ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ કમ્પ્યુટર આજે પણ કામ કરે છે અને હવે તેની હરાજી થશે. તે આગામી મહિને હરાજી માટે મૂકવામાં આવશે.

એપલ-1 બૉસ્ટનની આર.આર. ઑકશન કંપની હરાજી કરી છે તે એપલ એક્સપર્ટ કોરી કોહેન દ્વારા ફરી ચાલુ કરેલ છે રિપોર્ટ અનુસાર સિસ્ટમ વિના કોઈ મુશ્કેલીએ લગભગ 8 કલાક ચાલુ રહે છે. આ કમ્પ્યુટરમાં 1970નું કીબોર્ડ પણ છે.એપલ-1ની એ પણ ખાસીયત છે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી.