the action of home minister Amit shah isi jitter from new separatist group
  • Home
  • Featured
  • અમિત શાહની કાર્યવાહીથી ગભરાયુ ISI, કાશ્મીરમાં બનાવ્યુ નવું અલગાવવાદી ગ્રુપ

અમિત શાહની કાર્યવાહીથી ગભરાયુ ISI, કાશ્મીરમાં બનાવ્યુ નવું અલગાવવાદી ગ્રુપ

 | 10:14 am IST

એક બાજુ પાકિસ્તાન આતંકવાદ સામે કડક પગલા ઉઠાવી રહ્યાના બણગા ફુકે છે તો એક બાજુ સતત પાકિસ્તાનના ખોળે આતંકવાદ પાંગરી રહ્યો છે. આતંકીઓ અને અલગાવાદીઓ વિરૂદ્ધ સુરક્ષા એજન્સીઓ સતત કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાયુ છે. પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈએ ભારત વિરૂદ્ધ નવું ષડયંત્ર રચવાની શરૂઆત કરી દીધી છે.

પાકિસ્તાને કાશ્મીરના કેટલાક અલગાવવાદી ગ્રુપની મદદથી છુપાઈને એક અલગાવવાદી ગ્રુપ બનાવવામાં લાગી પડ્યા છે. પાકિસ્તાને આ નવા ગ્રુપમાં લશ્કરના આતંકવાદીઓનો સમાવેશ કરાયો છે. આઈએસઆઈની મદદથી આ ગ્રુપ કાશ્મીરની સાથે સાથે જમ્મૂમાં સેના અને સુરક્ષાબળો વિરૂદ્ધ પ્રદર્શન કરવાની જવાબદારી સોપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર નવા ગ્રુપનો પ્રેસિડેન્ટ ઇરશાદ અહમદ માલિક બનાવાયો છે. જેના વીશે એવુ કહેવાય છે કે તે ભુતકાળમાં પણ લશ્કરનો આતંકી રહી ચુક્યો છે.

જ્યારથી અમિત શાહે ગૃહમંત્રી તરીકે સ્થાન ગ્રહણ કર્યુ અને જવાબદારીઓ સંભાળી ત્યારથી આતંક અને અલગાવાદીઓ વિરૂદ્ધ ઝીરો ટોલરેસની પોલીસી સતત ચાલુ રહેવાની છે. NIA, ઈન્કમ ટેક્સ અને પ્રવર્તન નિર્દેશાલય કાશ્મીરમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને ટેરર ભંડોળ વિરૂદ્ધ કમર કસી ચુક્યા છે જેનાથી આતંકીઓ બરાબરના બોખલાયા છે. NIAએ કેટલાક અલગવાદી નેતાઓને જેલમાં નાખી દીધા છે ત્યારબાદ કાશ્મીરના આતંકની કમર તૂટી ચુકી છે.

દિલ્હી સ્થિત પાકિસ્તાનના હાઈ કમીશન પહેલા અલગાવવાદી નેતાઓની મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનથી મળી રહેલ ટેરર ફંડિગના પૈસા આતંકીઓ અને અલગાવાદીઓ સુધી પહોંચે છે. NIAએ કરેલી ઉંડાણ પૂર્વકની તપાસમાં સામે આવી રહ્યુ છે કે આ ફંડિગ ખુબજ ઓછુ થઈ રહ્યુ છે. આપણી એજન્સીઓને ખબર પડી ચુકી છે કે જમ્મૂમાં અલગાવવાદી જુથને ફંડિગ કોણ આપી રહ્યુ છે.

ગુપ્ત એજન્સીએ થોડા સમય પહેલા કેન્દ્ર સરકારને મોકલેલા રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં રમઝાન દરમિયાન અલગાવવાદી જુથના ફંડિગમાં જકાતનો સહારો લેવામાં આવી રહ્યો છે. એટલુ જ નહી નેપાળના રસ્તાઓથી આતંકીઓને પૈસા મોકલવામાં આવી રહ્યા છે. આવામાં પાકિસ્તાન કાશ્મીરમાં આતંકીઓને મદદ કરવામાં તમામ પ્રકારની કોશિશમાં લાગેલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન