આ અભિનેતા ૫૭ વર્ષની ઉંમરે બનશે ૧૦મા બાળકનો પિતા - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • આ અભિનેતા ૫૭ વર્ષની ઉંમરે બનશે ૧૦મા બાળકનો પિતા

આ અભિનેતા ૫૭ વર્ષની ઉંમરે બનશે ૧૦મા બાળકનો પિતા

 | 12:51 am IST

હોલિવૂડ ફ્લ્મિ કમિંગ ટુ અમેરિકા અને લાઇફ જેવી કોમેડી ફ્લ્મિોથી દર્શકોનું દિલ જીતનાર અભિનેતા એડી મર્ફી દસમાં બાળકનો પિતા બનવાથી અત્યારે ચર્ચા છે. સાંભળવામાં આવ્યું છે કે એડી મર્ફીની પ્રેમિકા પૈજ બુચર ગર્ભવતી છે. એટલું જ નહીં, પણ તે બંને પોતાની આવનારા બાળકને લઇને ઘણા જ ઉત્સાહમાં છે. એડી મર્ફી અને પૈજ બુચર આ ખબરને જાહેર કરતા આનંદ અનુભવે છે. તેમજ તેઓને ડિસેમ્બર સુધીમાં પોતાના બીજા બાળકના આવવાની આશા છે. પૈજ બુચર ગર્ભવતી હોવાની ખબરો એડી મર્ફીના પ્રવક્તા દ્વારા મળી હતી. ૩૯ વર્ષની પૈજ બુચર મેક્સી ડ્રેસમાં પોતાના બેબી બમ્પ સાથે નજરે પડી હતી. ત્યારથી ખબરો વહેતી થઇ છે કે પૈજ બુચર ગર્ભવતી છે. એડી મર્ફી અને પૈજ બુચર ૨૦૧૨થી પ્રેમસબંધમાં છે. તેમની આ પહેલા બે વર્ષની છોકરી છે, જેનું નામ ઇજ્જી ઉના છે. જ્યારે બીજી બાજુ જાણીતા અભિનેતા અને કોમેડીયન એડી મર્ફીને તેના આગલા સંબંધોથી આઠ બાળકો પણ છે. તેનો સૌથી મોટો પુત્ર એરિક છે જે ૨૯ વર્ષનો છે.