‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતાની ગંભીર ગુનામાં થઈ ધરપકડ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતાની ગંભીર ગુનામાં થઈ ધરપકડ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતાની ગંભીર ગુનામાં થઈ ધરપકડ

 | 10:29 pm IST
  • Share

જાણીતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashma) માં ભૂમિકા નિભાવનારે અભિનેતા ચેન સ્નેચિંગ (chain snatching) કરતા ઝડપાયો છે. પોલીસ અભિનેતા પાસેથી 3 ચેન પણ જપ્ત કરી છે. ક્રિકેટ સટ્ટામાં બેટિંગની આદતે અભિનેતાને આ ગુના કરવા માટે મજબૂર કરી દીધો હતો. રાંદેર પોલીસ (Rander Police)ની ટીમને જાણકારી મળ્યા પછી રાંદેર ભેસાણ નજીક વૈભવ બાબૂ જાદવ (Vaibhav Babu Jadav) અને મિરાજ વલ્લભદાસ કાપડી (Miraz Vallabhdas Kapdi)ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 3 સોનાની ચેન, બે મોબાઈલ અને ચોરીની બાઈક સહિત રૂપિયા 2 લાખ 54 હાજરનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

વૃદ્ધ મહિલાઓને બનાવતા હતા નિશાન

આ આરોપીઓ દ્વારા કબૂલ કરવામાં આવ્યું છે કે સટ્ટો રમવાની આદતના પગલે તેમના ઉપર 25થી 30 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું છે કે આરોપી ચોરીની બાઈક લઈને રસ્તા પર ચાલતી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવીને તેમના ગળા પરથી ચેન ચોરી કરીને ભાગી જતા હતા.

આરોપી અનેક સીરિયલમાં કરી ચૂક્યો છે કામ

આ ચેન સ્નેચિંગમાં જ આરોપી ઝડપાયો છે તે મિરાજ કાપડીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સંયુક્તા, થપકી, મેરે આંગન મેં જેવી સીરિયલોમાં કામ કરી ચૂક્યો છે. તે ફિટનેસ ટ્રેનર તરીકે પણ કામ કરતો હતો. મિરાજ કાપડી મુંબઈના અંધેરી ખાતે આવેલ મહાડામાં રહે છે. જુગારની આદત પડી જતા ક્યારે આ ખોટો રસ્તો પકડી લીધો તેને ખ્યાલ જ ન રહ્યો.

આ વીડિયો પણ જુઓઃ ભાવનગર – સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યાનો પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન