The advantages of girls being selected include chocolate, hormonal balance
  • Home
  • Featured
  • યુવતીઓને પસંદ હોય છે ચોકલેટ, હોર્મોનલ સંતુલિત રાખવા સહિતના થાય છે ફાયદા

યુવતીઓને પસંદ હોય છે ચોકલેટ, હોર્મોનલ સંતુલિત રાખવા સહિતના થાય છે ફાયદા

 | 11:08 am IST

વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે અને તેના ત્રીજા દિવસે ચોકલેટ ડે આવે છે. ચોકલેટ ખાવી દરેક લોકોને પસંદ હોય છે દરેક લોકોની ઇચ્છા હોય છે કે તેમને રોજ તેમની ફેવરિટ ચોકલેટ ખાવા મળે. ચોકલેટ ડે પર ઘણા લોકોને ઘણી બધી ચોકલેટ મળે છે. તેની સાથે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે ચોકલેટના કયા કયા ફાયદા હોય છે. ચોકલેટ ડેને લઇને યુવકોની તુલનામાં યુવતીઓમાં કઇક અલગ જ ઉત્સાહ નજરે પડે છે. આવો તમને જણાવી દઇએ કે તેના કયા કયા ફાયદા છે.

હોર્મોનલ સંતુલન

સ્વાસ્થ્યના નિષ્ણાંત જણાવે છે કે છોકરીઓમાં હોર્મોનલ લેવલ સતત બદલાતુ રહે છે. એવામાં તમે તેને સંતુલિત રાખવા માટે યુવતીઓના શરીરને કઇક ગળ્યું (મીઠુ) ખાવાની જરૂરતનો અનુભવ થાય છે. આ કારણથી છોકરીમાં ચોકલેટને લઇને એક ખાસ દીવાનગી જોવા મળે છે.

મૂડ રહે છે ફ્રેશ

તમને જણાવી દઇએ કે દિમાગ એક કેમિકલ ફિનીલેથાઇલામાઇન બનાવે છે. સંયોગથી આ કેમિકલ ચોકલેટમાં પણ રહેલું હોય છે. આ સ્થિતિમાં યુવતીઓ જ્યારે પણ ચોકલેટ ખાય છે તો તેમને કોકો અને ખાંડથી એનર્જી મળે છે. જ્યારે ફિનીલેથાઇલાઇમન તેમના મૂડને બદલવામાં મદદ કરે છે.

તનાવ ઓછો કરવા માટે

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે યુવતીઓમાં તનાવ ગ્રસ્ત હોવાની સંભાવના યુવકોની તુલનામાં વધારે હોય છે. આ વાત રિસર્ચમાં પણ સામે આવી છે કે ચોકલેટ ખાવાથી તનાવ ઓછો કરવામાં મદદ મળે છે. એવામાં યવતીઓ તનાવ ઓછો કરવા માટે ચોકલેટ ખાવાનું પસંદ કરે છે.

ખુશી માટે

ચોકલેટ ખાવી તો આપણે દરેક લોકોને પસંદ હોય છે. ચોકલેટ ખાવાથી આપણા દરેક લોકોને ખુશીનો અનુભવ થાય છે. જોકે, ચોકલેટ ખાવાથી શરીરમાં રહેલી ખુશીના હોર્મોન ઝડપથી સ્ત્રાવિત થવા લાગે છે. આ જ કારણ છે કે યુવતીઓ જાણતા અજાણતા વારંવાર ચોકલેટ ખાવાનું પસંદ કરે છે.

ચોકલેટની ઇચ્છા

આ વાત સાચી છે કે યુવતીઓ વજન વધવાની બીકથી મીઠા ખાવાનાથી દૂર રહે છે. પરંતુ ચોકલેટની ઇચ્છો તેમને કમજોર કરી દે છે અને ચોકલેટ ખાવાથી પોતાને રોકી શકતી નથી.