ટી-20 વર્લ્ડકપ 2021માં તાલિબાનનો ધ્વજ લઇ અફઘાન ટીમ આવી તો... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપ 2021માં તાલિબાનનો ધ્વજ લઇ અફઘાન ટીમ આવી તો…

ટી-20 વર્લ્ડકપ 2021માં તાલિબાનનો ધ્વજ લઇ અફઘાન ટીમ આવી તો…

 | 4:58 pm IST
  • Share

  • અફઘાનિસ્તાન ટી-20 વર્લ્ડકપ રમશે કે નહી?
  • ICCના કાર્યવાહક CEOની સ્પષ્ટતા
  • અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને લઇ અપડેટ

આતંકવાદી સંગઠન તાલિબાને અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે. આ દેશમાં ગત કેટલાક મહિનાઓથી આતંકવાદીઓનું રાજ છે. આવામાં દેશના તમામ નિયમિત કામો અસ્ત-વ્યસ્ત થઇ ગયા છે. ક્રિકેટની રમત પર પણ તેની ખુબ અસર થઇ છે અને આ જ કારણે એ વાત પર સવાલો ઉદ્ભવી રહ્યા છે કે શું અફઘાનિસ્તાનની ટીમ આ વર્ષે ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેશે કે નહીં.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ના કાર્યવાહક સીઇઓ જ્યોફ અલારડાઇસે રવિવારે સ્પષ્ટ કર્યું છે કે, અફઘાનિસ્તાનની ટી-20 વિશ્વકપમાં ભાગીદારીને લઇ કોઇ ખતરો નથી. પરંતુ તેમણે કહ્યું કે આ સમસ્યાગ્રસ્ત દેશમાં શાસનમાં બદલાવ બાદ વસ્તુ કેવી રીતે નજર આવે છે તે અંગે નજીકથી નજર રાખવામાં આવશે. એવી રિપોર્ટ આવી હતી કે જો અફઘાનિસ્તાનની ટીમ દેશમાં ચાલી રહેલ ઉથલપાથલ વચ્ચે તાલિબાનના ધ્વજ હેઠળ રમવાનો નિર્ણય કરે છે તો આઇસીસી તેને ભાગ લેવાથી રોકી શકે છે.

અલારડાઇસે વર્ચ્યુઅલ વાતચીતમાં જણાવ્યું,‘તે આઇસીસીના પૂર્ણકાળના સદસ્ય છે અને તમામ મેચો (વિશ્વકપ)ની તૈયારી કરી રહ્યા છે અને ગ્રુપ ચરણમાં રમશે. તેમની ભાગીદારીની પ્રક્રિયા સામાન્ય રૂપથી આગળ વધી રહી છે.’ દેશમાં તાલિબાનનાં કબજા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. ગત મહિને હામિદ શિનવારીના સ્થાને નસીબ જાદરાનને ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અલારડાઇસે કહ્યું,‘ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન થયા બાદ અમે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે સતત સંપર્કમાં છીએ. અમારી પ્રાથમિકતા સદસ્ય બોર્ડ દ્વારા તે દેશમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું છે. અમે જોઈ રહ્યા છીએ કે ત્યાં વસ્તુઓ કેવી રીતે પ્રગતિ કરે છે અફઘાનિસ્તાન આઈસીસીનો સંપૂર્ણ સમયનો સભ્ય છે. ટી-20 વર્લ્ડકપમાં તેને ગ્રુપ બેમાં રાખવામાં આવ્યો છે, જેમાં ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમો પણ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો