The Age of Marriage of Daughters will change this can apply to All Religion
  • Home
  • Featured
  • છોકરીઓના લગ્નની ઉંમરને લઈ મોદી સરકાર ટુંક સમયમાં જ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

છોકરીઓના લગ્નની ઉંમરને લઈ મોદી સરકાર ટુંક સમયમાં જ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

 | 12:54 pm IST

છોકરીઓના લગ્ન (Marriage Of Daughter)ની ઉંમરને લઈને મોદી સરકાર (Modi Government) આખરે 42 વર્ષ બાદ મોટા ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે 4 જૂને આ વિષય પર વિચારણા પણ કરી લીધી છે. આ મામલે નિર્ણય માટે જયા જેટલી (Jaya Jaitly)ની અધ્યક્ષતા હેઠળ ટાસ્ક ફોર્સ (Task Force) નું ગઠન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગઈ કાલે જ પોતાના સંબોધનમાં સંકેત આપતા કહ્યું હતું કે, ટાસ્ક ફોર્સનો રિપોર્ટ આવતાની સાથે જ સરકાર મહત્વનો નિર્ણય લેશે. માનવામાં આવે છે કે, આ રિપોર્ટ ટુંક સમયમાં જ સરકારને સોંપવામાં આવી શકે છે.

વર્તમાનમાં છોકરીઓના લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18 અને છોકરાઓ માટે 21 વર્ષ છે. સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, છોકરા-છોકરીઓના લગ્નની ઓછામાંઓછી ઉંમરમાં આટલો બધો ફરક કેમ? આ સવાલ બાદ કેન્દ્ર સરકારે છોકરીઓની ઉંમરને લઈને ફેર વિચારણા કરી છે. કેન્દ્રએ ટાસ્ક ફોર્સની રચના કરી યુવતીઓના લગ્નની ઓછામાં ઓછી ઉંમરમાં ફેરફાર કરવાની સૂચન મંગાવ્યા છે. આ સૂચનો લાગુ પડતા જ 42 વર્ષ બાદ લગ્નની ઉંમરમાં ફેરફાર થશે.

છોકરા-છોકરીઓની લગ્નની ઉંમરને લઈને કરવામાં આવનારા આ ફેરફાર તમામ ઘર્મ અને વર્ગોના લોકોન સમાન રીતે લાગુ પડશે. સાથે યૌન હિંસા કાયદાના એ ભાગમાં ફેરફાર કરવામાં આવશે જે અંતર્ગત જો પતિ 18 વર્ષથી ઓછી ઉમરની છોકરી સાથે સંબંધ બનાવે તો તે બળાત્કારી વ્યાખ્યામાં નથી આવતો.

ટાસ્ક ફોર્સના આ સૂચનો પાછળ સરકારનો હેતુ દેશમાં માતૃત્વ મૃત્યુ દરમાં ઘટાડો કરવા અને છોકરીઓના પોષણની સ્થિતિમાં સુધારો કરવાનો છે. આ સુધારથી કોઈ પણ વર્ગને બાકાત રાખવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન