The Ahmedabad rural police arrested two fake doctors
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: ડીગ્રી વગરનાં બે બંગાળી ‘મુન્નાભાઇ MBBS’ ડોકટરો ઝડપાયા

અમદાવાદ: ડીગ્રી વગરનાં બે બંગાળી ‘મુન્નાભાઇ MBBS’ ડોકટરો ઝડપાયા

 | 7:55 pm IST

બગોદરા રણકાંઠા વિસ્તારના શીયાળ ગામમાં ડીગ્રી વગરના બોગસ ડોકટરો પ્રેકટીસ કરતા હોવાની બાતમીના આધારે બગોદરા પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી શીયાળ ગામે રેડ કરતા કોઇ પણ ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીસ કરતા બે ડોકટરોને ઝડપી લઇ પોલીસ કેસ કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલ આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે ઠેર-ઠેર બોગસ ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે.ત્યારે બગોદરા પી.એસ.આઇ.પી.એ.જાદવને રણકાંઠાના શીયાળ ગામમાં બે બોગસ ડોકટરો કોઇ પણ ડીગ્રી વગર પ્રેકટીસ કરતા હોવાની બાતમી મળી હતી.જેથી બાતમીના આધારે બગોદરા પોલીસની ટીમે આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસરને સાથે રાખી શીયાળ ગામે રેડ કરી હતી.જ્યાં ગામમાં જઇ તપાસ કરતા બે બંંગાળી કૃપાસીંધુ પુહાર અને વાસુદેવ હરીદાસ વિસ્વાસ ડોકટરની પ્રેકટીસ કરતા હતા.આ બંન્ને પાસે પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ડોકટરની ડીગ્રીના આધાર પુરાવા માંગ્યા હતા.પરંતુ આ બંન્ને મુન્નાભાઇ એમ.બી.બી.એસ.હોવાથી તેઓની પાસે કોઇ પણ જાતની ડીગ્રી ન હોવાથી પોલીસે દવાઓ અને ડોકટરના સાધનો કબ્જે લઇ મેડીકલ ઓફીસરની ફરીયાદના આધારે ધરપકડ કરી હતી.હાલ આ બંન્ને ડોકટરોને બગોદરા પોલીસે પોલીસ સ્ટેશન લઇ જઇ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

જામીન લાયક ગુનો છે

પી.એસ.આઇ.પી.એ.જાદવે જણાવેલકે આ બંન્ને ડોકટરો ડીગ્રી વગર શીયાળ ગામમાં પ્રેકટીસ કરતા હોવાની બાતમીના આધારે રેડ કરતા બંન્નેને ડીગ્રી વગર પ્રેકટીસ કરતા ઝડપી લીધા છે જામીન લાયક ગુનો હોવાથી બંનેને જામીન ઉપર મુકત કરવાની કાર્યવાહી ચાલુ છે અને બંન્નેને હવે આ વિસ્તારમાં પ્રેકટીસ કરવા દેવામાં આવશે નહી.

દવા-ડોકટરી સાધનો પણ ઝડપાયા

શીયાળ ગામેથી ઝડપાયેલા બંન્ને બોગસ ડોકટરો પાસેથી અલગ-અલગ પ્રકારની દવાઓ સાથે ડોકટરી સાધનો પણ ઝડપાયા છે હવે આ ડોકટરોને ડીગ્રી વગર દવાઓ કોણ સપ્લાય કરતુ હશે એની પણ તપાસ થાય તો મોટાપાયે દવા વેચવાનુ પણ કૌભાંડ ઝડપાઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન