વર્લ્ડ કપની પસંદગી બની એક ‘રમત’, વિજય શંકર બોલ્યો-‘હાર્દિક પંડ્યા વિશે વિચારીને જ મને…’

ઓલરાઉન્ડરમાં હાલમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ પસંદ હાર્દિક પંડ્યા છે અને ઓલરાઉન્ડર વિજય શંકર આ વિશે વધારે વિચારવા નથી માંગતો કે તે ટીમની પ્રથમ પસંદ નથી. વિજય શંકરનું માનવું છે કે, તે હાર્દિક પંડ્યા સાથે તુલના કરી પોતાનો સમય વેડફવા માંગતો નથી. પરંતુ તે પોતાનું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટમાં સારા પ્રદર્શન પર કેન્દ્રીત કરી રહ્યો છે.
વિજય શંકર ભારતની વિશ્વ કપ ટીમનો ભાગ હતો અને વર્લ્ડ કપમાં તેની પસંદગી એક રમત બની ગઇ હતી. ખરેખર વર્લ્ડ કપ દરમિયાન પગના અંગૂઠાની ઇજાના કારણે તે આખી ટૂર્નામેન્ટ રમી શક્યો ન હતો. તેની તે ઇજા પર પણ સવલો ઉઠાવવામા આવ્યા હતા. ત્યાં જ તેના સ્થાને અંબાતી રાયડૂની પસંદગી ન કરતા પંસદગીકારોને આલોચનાનો સમાનો કરવો પડી રહ્યો હતો. વર્લ્ડ કપથી બહાર થયા બાદ વિજય શંકર અત્યાર સુધી ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શક્યો નથી. તે સમયે પણ નહી જ્યારે હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હતો. સીમિત ઓવરમાં પંડ્યાના સ્થાને શિવમ દૂબેએ લીધી હતી. હવે પંડ્યા ફીટ થઇને ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે.
વિજયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જો મારા પર તેનો પ્રબાવ પડવા લાગ્યો તો હું સારૂ પ્રદર્શન કરી શકીશ નહી. મારૂ ધ્યાન માત્ર મારી મેચ અને પ્રદર્શન પર હોવું જોઇએ. તેણે કહ્યું કે, હું સારૂ રમીશ તો લોકો મારા વિશે વાત કરશે અને ભારતીય ટીમમાં મારી પસંદગી થશે. હું એવું ક્યારેય નહી વિચારૂં કે બાકીના ખેલાડીઓ શું કરી રહ્યા છે.
તમિલનાડૂમાં આ ક્રિકેટરે કહ્યું કે, હું લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માંગુ છું. સારા પ્રદર્શનથી જ આ સંભવ બની શક્શે.
આ વીડિયો પણ જુઓ : ગાંધીનગર- ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરાઈ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન