બુઢારમોરાના સરપંચ સામે થયેેેેલી અવિશ્વાસની દરખાસ્ત ઊડી ગઈ - Sandesh
  • Home
  • Bhuj
  • બુઢારમોરાના સરપંચ સામે થયેેેેલી અવિશ્વાસની દરખાસ્ત ઊડી ગઈ

બુઢારમોરાના સરપંચ સામે થયેેેેલી અવિશ્વાસની દરખાસ્ત ઊડી ગઈ

 | 2:00 am IST

અંજાર તાલુકાની બુઢારમોરા ગ્રામપંચાયતના ઈન્ચાર્જ સરપંચ સામે થયેેેેલી અવિશ્વાસ દરખાસ્તને બે તૃતિયાંશ મત નહીં મળતાં હાલ પૂરતી ઘાત ટળી ગઈ છે. પંચાયતના ૭ માંથી એક સભ્ય ગેરહાજર રહેતાં અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં અને વિરુદ્ધ ત્રણ-ત્રણ મત પડયા હતા. દરખાસ્ત પસાર કરવા માટે કુલ પાંચ સદસ્યોની તરફેણની જરૃર હતી જે નહીં મળતાં અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ નહોતી.

બુઢારમોરા ગ્રામપંચાયતના ચૂંટાયેલા સરપંચ લાલજીભાઈ મોહનભાઈ સથવારા ત્રણ સંતાનોને કારણે પંચાયત ધારા મુજબ હોદ્દા પરથી ગેરલાયક ઠર્યા હતા. નિયમ મુજબ સરપંચનો આર્જ ઉપસરપંચ લીલાબહેન ભગવાનજીભાઈ સથવારાને સોંપવામાં આવ્યો હતો. જેમની વિરુદ્ધ થોડા સમય અગાઉ ગ્રામપંચાયતના સદસ્યોએ નિયમ મુજબ અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરી હતી. ગત રોજ તાલુકા પંચાયતના અધિકારી એરવાડિયાની હાજરીમાં દરખાસ્ત ઉપર મતદાન યોજાયું હતું. ગ્રામપંચાયતના કુલ ૭ સદસ્યો છે, જેમાંથી એક સદસ્ય ગેરહાજર રહ્યા હતા. અવિશ્વાસ દરખાસ્ત મતદાન પર મૂકાતાં હાજર ૬ સભ્યો પૈકી ત્રણ સભ્યોએ તરફેણમાં અને ત્રણે વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જો કે, નિયમ મુજબ હાજર સદસ્યોમાંથી બે તૃતિયાંશ સદસ્યો અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મત કરે તો જ દરખાસ્ત પસાર થયેલી ગણાય.

પૂર્વ સરપંચને પોલીસે બહાર કાઢયા

નિયમ મુજબ જ્યારે અવિશ્વાસ દરખાસ્તની કાર્યવાહી ચાલતી હોય ત્યારે પંચાયતના સદસ્યો તથા માન્ય સરકારી અધિકારી જ સભાખંડમાં પ્રવેશ કરી શકે. ગત રોજ યોજાયેલી અવિશ્વાસ દરખાસ્તની કાર્યવાહીમાં ડખો ઊભો ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રખાયો હતો. જોકે, પૂર્વ સરપંચ સભાખંડમાં ઘૂસી જતાં વિવાદ ઊભો થયો હતો, આખરે પોલીસે તેમને બહાર કાઢયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન