The associate husband likes everything, the times are changing
  • Home
  • Featured
  • સહયોગી પતિ સૌને ગમે, બદલાઇ રહ્યો છે જમાનો

સહયોગી પતિ સૌને ગમે, બદલાઇ રહ્યો છે જમાનો

 | 12:30 pm IST

દાંપત્ય । દિપાલી ડાકવાલા

સહયોગી પતિ સૌને ગમે ખરુંને ? આપણા પુરુષપ્રધાન સમજમાં પતિનો સહયોગ મળવો ખૂબ મુશ્કેલ છે. ઘરના નાના-મોટા કામમાં પત્નીને મદદ કરે તેવું દરેક પત્ની ઈચ્છે છે. પહેલાંના જમાનામાં સંયુક્ત કુટુંબ હતાં. સાસુ-સસરા, ભાઈ-બહેન, દેરાણી-જેઠાણી બધા સાથે એક જ ઘરમાં રહેતા હતાં. કામ બધું વહેંચાઈ જતુ પુરુષના ભાગે ઘરનું કોઈ કામ કરવાનું આવતું નથી. તેથી પુરુષના સમજમાં આવવું નથી કે ઘરકામ પણ ખૂબ મહત્ત્વનું છે. જેટલું તેમનું ર્કકૈષ્ઠીનું કામ જો ઘરકામ ગૃહિણી વ્યવસ્થિત ન કરે તો ઘરની વ્યવસ્થા ખોરવાઈ જાય છે. જો કોઈ પતિ તેની પત્નીને થોડી મદદ કરાવે તો ઘરના અન્ય સભ્યો તેને પત્ની ઘેલો કરી ઉતારી પાડતા તેની મશ્કરી કરતા.

પરંતુ હવે જમાનો બદલાઈ રહ્યો છે. સંયુક્ત પરિવારનું સ્થાન વિભક્ત પરિવારે લઈ લીધું છે. હવેની રહેણી કરણી, મોજશોખ, મોંઘવારીને જોતા પતિ-પત્ની બંને કમાવા જવું પડે તેમ છે. આવી સ્થિતિમાં જો પત્નીને પતિનો ઘરકામ કરવામાં થોડો સહયોગ મળી જાય તો ગૃહસ્થી સરસ રીતે ચાલે એક ઉદાહરણ લઈએ. સેજલ સવારે વહેલી ઊઠતી, ઘનું બધું જ કામ પોતાનું, પતિનું ટિફિન કરવાનું છોકરાઓને તૈયાર કરી સ્કૂલે મોકલવામાં ઘરની બહારની ખરીદો કરવાની લાઈટ બિલ ભરવા અને આની સાથે તૈયાર થઈ સમયસર ઓફિસ પહોંચી તથા પોતાની ડયૂટી નિભાવવી પાછા ઘરે આવી રસોઈ બનાવી કિચન સાફ કરવું વાસણ ગોઠવવા, છોકરાઓને ભણવવામાં મદદ કરવી વગેરે તો ખરું જ આ પરિસ્થિતિમાં દરેક પત્ની ઈચ્છે છે કે તેને પતિનો સહયોગ પ્રાપ્ત થાય. તો આવો સમજીએ પતિનો સહયોગ કઈ રીતે પ્રાપ્ત કરવો.

પતિને સમજાવો : તમારી પરિસ્થિતિનું પતિને ભાન કરાવો. તેને પ્રેમથી સમજાવો કે ઘરેલું કાર્યમાં કઈ રીતે તમને સહાયરૂપ થઈ શકે. ઓફિસથી આવી સોફા પર લાંબા થઈ જવું ટીવી જોવું અને ચાનો ઓર્ડર આપવો સાથે ગરમ નાસ્તો લાવજે આ બધુ કરવુ એ કાંઈ પતિનો જ ઈજારો નથી કે પતિ ઓફિસથી આવીને આરામ કરે અને પત્ની ઓફિસથી આવીને કામ જો પત્ની પણ આવુ વર્તન કરે તો ગૃહસ્થી સારી રીતે ચાલી શકે નહીં. ચા બનાવવી, શાક સમારવું, બાળકોને ભણવામાં મદદ કરવી, બિલ ભરવું. ઘરની ખરીદી કરવી, ઘરમાં વસ્તુ વ્યવસ્થિત શકો. પતિની નાની-નાની મદદ પત્ની માટે ઘણી મોટી છે. તમને રાહત મળશે. આરામ મળશે. ગૃહસ્થી સુંદર રીતે ચાલશે.

કામના વખાણ કરો : સાથી તમને ઘરકામમાં મદદ કરે તો તેના કામના વખાણ કરો. સ્વાભાવિક છે કે તમારા જેટલું ચોકસાઈથી કામ નહીં કરી શકે. તમારા સાથીના કામમાં કમી કે ત્રુટી હશે છતાં પણ તે કમી કે ત્રુટીઓ બતાવી સાથીને શરમજનક સ્થિતિમાં ન મૂકો તેના કામના વખાણ કરી યોગ્ય સમયે તેને કામ કરવાની સાચી રીત સમજાવો તમારા પ્રેમ અને સહયોગથી જ આ કાર્ય શક્ય થશે.

કામમાં વિકલ્પ આપો : તમે જે કામ આપો એ જ કામ તમારા સાથીએ કરવું એવું જરૂરી નથી. સાથીને કામમાં વિકલ્પ આપો મોટે ભાગે પુરુષોને ઘરની બહારના કામ કરવા વધારે પસંદ હોય છે. જેમ કે ખરીદારી, બિલ ભરવું વગેરે.. સાથીને ગમતા કામ સોંપી તમે સાથીનો સહયોગ અને પ્રેમ બંને પ્રાપ્ત કરી શકો છો.

હળીમળીને કામ કરો : પતિ-પત્ની હળીમળીને એકબીજાના સાથ સહકારથી કામ કરે તો કામ ઘણું સહેલું બની જાય છે. તમારા ઘરના અને બહારના કામનું લિસ્ટ બનાવી લો પછી સાથે બેસીને ચર્ચા કરી લો કે કોને કયું કામ ફાવશે. તે પ્રમાણે વહેંચવાથી કાર્ય કરવું સરળ થઈ જાય છે. સમયની પણ બચત થાય છે. એકબીજા માટેનો આત્મવિશ્વાસ વધે છે. સમજ વધે છે. અને હા પ્રેમ પણ વધે છે. દાંપત્ય જીવન મીઠું મધુરું બની જાય છે.

થોડી રાહ જુઓ : રાતોરાત કોઈનામા બદલાવ શક્ય નથી. પતિની આદતને બદલતા વાર લાગશે. તેમના વિચારો અને વર્તન બદલતા વાર લાગશે. તેની થોડી રાહ જુઓ. ધીરજથી કામ લો પણ દૃઢ બનીને રહો. સમયની સાથે તમારો પતિ તમારી વાત સમજશે, તમારી લાગણીઓને પણ સમજશે. ત્યારે સાથી તમને પૂર્ણ સહકાર આપવાની કોશિશ કરશે. ખૂબ પ્રેમ અને ઉત્સાહથી તેની કોશિશને વધાવી લો.

નાનકડી બીજી વાત, જો ઘરમાં બાળકો હોય તો તેમને પણ પોતાનું કામ જાતે કરવાની સમજણ અને ટેવ પાડો. બાળકોને પણ કામ કરતા શીખવાડો પતિ-પત્ની અને બાળકો એકબીજાને સહયોગ કરીને કામ કરે તો ઘર ખરેખર સ્વર્ગ બની જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન