The baby cried with tears when she saw the goats cut, Kangana's sister said by posting the video
  • Home
  • Videos
  • Featured Videos
  • બકરાંને કપાતું જોઈ ચોધાર આંસુએ રડ્યો બાળક, કંગનાની બહેને વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે…

બકરાંને કપાતું જોઈ ચોધાર આંસુએ રડ્યો બાળક, કંગનાની બહેને વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે…

 | 11:13 am IST

અભિનેત્રી કંગના રનૌતની બહેન અને તેની મેનેજર રંગોલી ચંદેલે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

પોતાના ટ્વીટને લઈને રંગોલી ચર્ચાઓમાં છવાયેલી રહેતી હોય છે. હાલમાં તે ઈદ-અલ-અજહા પર ટ્વીટ કરીને ફરી મીડિયામાં છવાઈ ગઈ છે. રંગોલીએ ઈદમાં એક વીડિયોને રીટ્વીટ કરીને શેર કર્યો છે અને લોકોને અબોલ જાનવરોને ન મારવાની અપિલ કરી છે.

આ વીડિયોમાં ઈમામ મોહમ્મદ તાવ્હિદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં એક બાળક બકરાની કુર્બાનીથી બચાવવા માટે રડતા-રડતા રિક્વેસ્ટ કરી રહ્યો છે. ઈમામે આ વીડિયોને શેર કરતા જણાવ્યું કે, ‘આ ભવિષ્યનું ઈસ્લામ છે. આપણે આવી પેઢીને બચાવવા અને તેની રક્ષા કરવાની જરૂર છે. જુઓ કઈ રીતે મુસ્લિમ બાળક જાનવરોની કુર્બાની આપવાથી રોકી રહ્યો છે’.

જો કે આ વીડિયો જુનો છે, પરંતુ ઘણો મોટો મેસેજ છોડી જાય છે. આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રંગોલીએ શેર કરતા લખ્યું, ‘આ વીડિયોને જોઈને હું રડી પડી, બાળકોનો કોઈ ધર્મ નથી હોતો અને તે માટે જ આપણે આપણો પ્રેમ અને માસૂમિયત બચાવી રાખવાની જરૂર છે. આપણે મોટું ન બનવું જોઈએ, જેવા ભગવાને બનાવ્યા છે તેમ જ રહેવું જોઈએ’.

આ વીડિયો પણ જુઓ: ધોલેરા – પીપળી હાઈવે પરથી 5 ટ્રક અને એક પિકઅપ વાન પલટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન