The bank offers a safe deposit locker to keep Precious Goods
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બેંક લોકરમાં કિંમતી સામાન રાખતા પહેલા જાણી લો આ જરૂરી વાતો, નહીં તો આવશે પછતાવાનો વારો

બેંક લોકરમાં કિંમતી સામાન રાખતા પહેલા જાણી લો આ જરૂરી વાતો, નહીં તો આવશે પછતાવાનો વારો

 | 9:28 am IST
  • Share

આપણામાંના મોટાભાગના લોકો કિંમતી ચીજો ઘરની જગ્યાએ બેંકના લોકરમાં રાખવાનું પસંદ કરે છે. મોટાભાગની બેંક શાખાઓ(bank branches) તમને જ્વેલરી અથવા અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવી કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખવા માટે સલામત ડિપોઝિટ લોકર(safe deposit lockers)ની સુવિધા આપે છે. બેંકિંગ સિસ્ટમમાં, આ લોકર(Locker) એક એવી સુવિધા છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે મધ્યમ વર્ગના પરિવારો કરે છે. ઘણા લોકો તેમની કિંમતી ચીજો, જેમ કે જ્વેલરી, દસ્તાવેજો સુરક્ષિત રાખવા માટે બેંકમાં બેંક લોકર લે છે.

સરકારી અને ખાનગી બેંકોમાં સુવિધા ઉપલબ્ધ

સરકારી અને ખાનગી બેંકો બંને ગ્રાહકોને લોકરની સુવિધા પૂરી પાડે છે. લોકર ખોલતા પહેલાં બેંકની શાખામાં જવું વધુ સારું રહે છે જ્યાં તમારું બચત ખાતું છે. જો કે, બેંકની કોઈપણ શાખાનો સંપર્ક કરી શકાય છે. મર્યાદિત સંખ્યામાં લોકર હોવાને કારણે, બેંકો સરળતાથી લોકર ખાતા ખોલતી નથી. ઘણી બેંકો સીધી જ ના પાડી દે છે. કેટલીક બેન્ક વેઈટિંગના વિશે જણાવા છે અને આવું મોટાભાગે જાહેર ક્ષેત્રની બેંકોમાં થાય છે.

લોકરની સુવિધા કોને મળી શકે?

સામાન્ય રીતે બેંક તેના હાલના ગ્રાહકોને લોકર સુવિધા આપે છે પરંતુ જો તમારે બચત ખાતું ખોલાવ્યા વિના લોકરની સુવિધા જોઈએ છે, તો આ માટે તમારે તે બેંકમાં નિશ્ચિત રકમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવી પડશે. તેની રકમ લોકરના સાઈઝ પર નિર્ભર કરે છે. ઉપરાંત, એફડીની રકમ પણ બેન્ક મુજબ અલગ અલગ હોય છે.

લોકર મેળવવા માટે શું કરવું?

લોકર માટે નજીકની બેંક શાખા શ્રેષ્ઠ રહે છે. જ્યાં તમારું ખાતું છે. સામાન્ય રીતે લોકરની ઘણી માગ હોય છે અને જેના માટે બેંકને અરજી કરવી પડે છે. જો લોકર ઉપલબ્ધ હોય તો બેન્ક અને ગ્રાહક લોકર ભાડા કરાર કરે છે. આમાં બેંક અને ગ્રાહકો વચ્ચે નિયમો અને શરતો વિશે કરાર કરવામાં આવે છે.

Maintenance માટે શું કરવું?

બધી બેન્કો લોકર સુવિધા માટે ગ્રાહક પાસેથી દર મહિને નિયત ભાડુ લે છે. દરેક બેંકની ભાડાની રકમ અલગ અલગ હોય છે. લોકરને લઈને બેંક અને ગ્રાહક વચ્ચે ડીલના સમયે જ તે નક્કી કરવામાં આવે છે કે લોકરનું ભાડુ કેટલુ રહેશે. ફીની રકમ લોકરના કદ અને સ્થાન પર આધારિત છે. મોટા લોકર્સમાં વધારે ફી લેવાય છે. ગ્રાહકે બેંક ખાતામાં પૂરતું બેલેન્સ રાખવું જોઈએ જેથી સીધુ વાર્ષિક ભાડુ ડેબિટ કાર્ડથી ભરી શકાય. સરકારી બેંકો એક લોકર માટે વાર્ષિક 1000 થી 7,000 રૂપિયા ફી લે છે. આ સિવાય ખાનગી બેંકો વાર્ષિક 3000 થી 20,000 ની વચ્ચે ફી લે છે. બેંક પ્રમાણે ફી વધુ કે ઓછી હોઈ શકે છે.

ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ

બેંક લોકર લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ અને કેટલીક બેન્કો તમને અહીં બચત ખાતું ખોલવાનું પણ કહેશે. તમે તમારી જરૂરિયાત અનુસાર લોકર પસંદ કરી શકો છો. આ સાથે, લોકર લેવા માટે નોમિનેશન અથવા જ્વોઈન્ટ ઓનરશિપ હોવી જરૂરી છે. એકવાર નોમિની બનાવ્યા બાદ પણ, તમે તમારા નોમિનીને બદલી શકો છો. ખાતાધારકના મૃત્યુ બાદ નોમિનીને ખાતાધારકનું મૃત્યુનું પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ જમા કરવવા પર લોકર ચલાવવાનો અધિકાર મળે છે.

લોકર લેતા પહેલા આ વાતનું રાખ ધ્યાન

જો લોકરમાં તમારી કિંમતી વસ્તુઓ હોય તો ખાતરી કરો કે બેંકમાં એલાર્મ સિસ્ટમ, લોખંડના દરવાજાવાળા રૂમ અને સીસીટીવી દ્વારા ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ જેવા તમામ સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે. તે પણ મહત્વપૂર્ણ છે કે તમે સમય સમય પર તમારા લોકરની તાપસ કરો. બેંક લોકરનું સંચાલન કરવા માટે તમારી પાસે બે ચાવી હોય છે, એક ચાવી બેંક પાસે છે અને બીજી ચાવી ગ્રાહક પાસે રહે છે. તમારી ગેરહાજરીમાં બેંક ન તો લોકર ખોલી શકે છે અને ન કોઈને પરવાનગી આપી શકે છે. જણાવી દઈએ કે બંને ચાવી લગાવ્યા બાદ જ લોકર ખુલે છે. આનો અર્થ એ છે કે જ્યારે પણ ગ્રાહક લોકર ખોલવા માંગે છે, ત્યારે તેને શાખા (બેંક) ને જાણ કરવી પડશે.

બેંકની સાથે તમારે જાતે લોકરની સલામતી માટે પણ સાવધ રહેવાની જરૂર છે. નિષ્ણાતોના મંતે પૂરા સામાનની એક નકલ ઘરમાં અને એક લોકરમાં રાખવી જોઈએ. આ સાથે લોકરમાં રાખવામાં આવેલા કાગળોને લેમિનેશન કરીને રાખવા. લોકર ખોલતી વખતે, જોઈએ લો કે તમારી આસપાસ કોઈ ન હોય. તમે કેટલી વાર લોકર ખોલ્યું તેની વિગતો રાખો અને ત્યાંથી જતા પહેલાં ખાતરી કરો કે તમે લોકર બરાબર બંધ કર્યુ છે કે નહીં. નિષ્ણાતોના મતે, લોકરને વર્ષમાં ઓછામાં ઓછું એક વાર આવશ્યક ખોલવું જોઈએ. આરબીઆઈએ બેંકોને સત્તા આપી છે કે જો એક વર્ષ માટે હાઈ રિસ્કવાળા લોકરને ખોલવામાં ન આવે તો બેંક જાતે લોક તોડીને ખોલી શકે છે.

આ વીડિયો પણ જૂઓ: વલસાડ પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન