શાહરૂખ ખાનની ક્રિકેટ ટીમ મેદાન વચ્ચે પડી ભોંઠી, લોકોએ ઉડાવી મજાક - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • શાહરૂખ ખાનની ક્રિકેટ ટીમ મેદાન વચ્ચે પડી ભોંઠી, લોકોએ ઉડાવી મજાક

શાહરૂખ ખાનની ક્રિકેટ ટીમ મેદાન વચ્ચે પડી ભોંઠી, લોકોએ ઉડાવી મજાક

 | 10:58 am IST

વેસ્ટઇન્ડિઝમાં રમાઇ રહેલ કેરેબિયન પ્રીમિયપ લિગ (સીપીએલ)ની પ્રથમ મેચમાં શાહરૂખ ખાનની ટીમ ત્રિબાગો નાઇટ રાઇડર્સે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. સેંટ લૂસિયા સ્ટાર્સ વિરૂદ્ધ નાઇટ રાઇડર્સે 100 રનથી જીત હાંસલ કરી. આ મેચમાં સૌ કોઇની આંખો બોલ ટેમ્પરિંગના કારણે ક્રિકેટથી દૂર રહેનાર ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર પર પણ હતી. ડેવિડ વોર્નરે પ્રથમ મેચ દરમિયાન સૌને નિરાશ કર્યા અને મોટી ઇનિંગ રમી શક્યો નહી. 196 રનના લક્ષ્યનો પીછો કરવા ઉચરેલ સેંટ લૂસિયાની ટીમ 17.3 ઓવરમાં 95 રન પર જ ઓલ આઉટ થઇ ગઇ. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ત્રિનિબાગો નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા. જેના જવાબમાં સેંટ લૂસિયાના તમામ ખેલાડીઓ 20 ઓવર પણ રમી શક્યા નહી.

મેચ દરમિયાન એક એવી ઘટના ઘટી જેના પછી નાઇટ રાઇડર્સના ખેલાડી અને કેપ્ટન મજાકનું પાત્ર બની ગયા. ખરેખ લક્ષ્યની પીથો કરવા ઉતરેલ સેંટ લૂસિયાના ખેલાડી ઇનિંગની પ્રથમ ઓવર યુવા ઝડપી બોલર આલી ખાનને લઇને આવ્યા હતાં. અલી ખાને પોતાની પ્રથમ ઓવરના છટ્ઠા બોલમાં આંન્દ્રે ફ્લેચરની વિકેટ લગભગ લઇ લીધી હતી અને તેઓ મેદાન પર આ વિકેટની ઉજવણી પણ કરવા લાગ્યા. બોલ જેવી જ વિકેટકિપર દિનેશ રામદીનમાં હાથમાં આવી અલી ખાનની ખુશીનો કોઇ પાર ન રહ્યો.

જોકે, અલી ખાનની આ ખુશી વધારે સમય સુધી તેના ચહેરા પર ચકી શકી નહી. વિકેટકિપરના હાથમાં જ્યારે બોલ ગયો તો સામેથી લાગી રહ્યું હતું કે, તેણે કેચ પકડી લીધો. પરંતુ નજીકથી જોવા પર જાણવા મળ્યું કે, બોલ જમીન પર પડી ગયો. આ દરમિયાન અલી ખાન પોતાની ટી-શર્ટમાં બનેલ નાઇટ રાઇડર્સનો સિમ્બોલ દેખાડવા લાગ્યો, પરંતુ સત્ય જાણીને તે અને સંપૂર્ણ ટીમ મજાકનું પાત્ર બન્યા.