The benefits drinking of Aam panna, Strong immune system
  • Home
  • Featured
  • કેરીનો બાફલો પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થવાની સાથે થશે આ ફાયદા

કેરીનો બાફલો પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થવાની સાથે થશે આ ફાયદા

 | 10:07 am IST

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવા માટે કેરી પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ કેરીના કેટલાક ફાયદાઓ છે. કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરનું પ્રમાણ જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લૂકોઝ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. જેના કારણે શરીરમાં વજન વધવાની સમસ્યા ઓછી થઇ જાય છે. તો કેરીથી તમે અવનવી વાનગીઓ બનાવો છો. જેમાથી એક છે કેરીનો બાફલો. જેનાથી તમને ઘણા ફાયદાઓ થઇ શકે છે.

– કેરીનો બાફલો ગરમી દૂર કરવામાં ખૂબ ગુણકારી માનવામાં આવે છે.

– તે સિવાય કેરીના બાફલાનું સેવન કરવાથી કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે.

– તેમા ભરપૂર પ્રમાણમાં વિટામીન B, C અને એન્ટી ઓક્સીડેન્ટ્સ રહેલા છે.

– ગરમીમાં રોજ કેરીનો બાફલો પીવાથી આંખોને ફાયદો મળે છે. તે આંખો માટે ગુણકારી છે.

– પરસેવા થવા પર શરીરમાં સોડિયમ નીકળી જાય છે. એવામાં કેરીનો બાફલો તેની ઉણપ પુરી કરે છે.

– કેરીનો બાફલો ડાયાબીટિસના દર્દી માટે પણ ખૂબ ગુણકારી હોય છે. તે ઇંસુલિનને નિયંત્રિત રાખે છે.

– કેરીના બાફલામાં ઉપયોગ કરવામાં આવતા મસાલા પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે.

– રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે કેરીનો બાફલો ખૂબ ફાયદાકારક છે.

– ત્વચાને સુંદર અને બેડાઘ બનાવવા માટે કેરીનો બાફલો ઉપયોગી છે.

– કેરીનો બાફલો શરીરને પૂર્ણ રીતે હાઇડ્રેટ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન