The benefits of Tulsi are not limited to cold cough but it is used as a medicine.
  • Home
  • Health & Fitness
  • તમારા ઘરના આંગણામાં દુનિયાની શ્રેષ્ઠ ઔષધિ, ગંભીર જીવલેણ બીમારી કેન્સરને પણ અટકાવે

તમારા ઘરના આંગણામાં દુનિયાની શ્રેષ્ઠ ઔષધિ, ગંભીર જીવલેણ બીમારી કેન્સરને પણ અટકાવે

 | 4:45 pm IST

તુલસીના ફાયદાઓથી કદાચ જ તમે અજાણ હશો. તુલસીના ફાયદા શરદી ઉધરસ સુધી જ સીમિત નથી પરંતુ તે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તુલસી અનેક બીમારીઓ દૂર કરવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. આ છોડ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે બેક્ટેરિયા તેમજ વાયરલ ઇન્ફેક્શન સામે લડે છે તે સિવાય સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ છે.

તણાવ

તુલસીની પાનનું સેવન કરવાથી તનાવ દૂર થાય છે. તનાવથી છૂટકારો મેળવવા માટે રોજ તુલસીના પાન ખાવા જોઇએ. જેનાથી તનાવની સમસ્યા દૂર થાય છે.

કેન્સર

તુલસીમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ્સ સ્તન કેન્સર અને મોંમાં થઇ રહેલા કેન્સરને વધવાથી રોકે છે. રોજ તુલસીનું સેવન કરવાથી કેન્સરના સેલ્સ શરીરમાં વધી શકતા નથી.

કાનની બીમારી

તુલસીના પાનના રસને ગરમ કરીને બે ટીંપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો દૂર થાય છે. તુલસીના પાન, એરંડાના પાન અને ચપટી મીઠુ લઇને પીસી લો તેનો નવશેકો લેપ લગાવવાથી કાનની પાછળ આવેલા સોજાને દૂર કરી શકાય છે.

શ્વાસની દુર્ગંધ

મોંમાં આવતી દુર્ગંધ કરવામાં તુલસીના પાન ખૂબ ફાયદાકારક છે. તે સિવાય તુલસી મોંથી જોડાયેલી અન્ય સમસ્યાઓ જેવી કે પાયેરિયા અને જડબાની સમસ્યાથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે.

રોગ પ્રતિકારક શક્તિ

તાજી તુલસીના પાનનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. જેથી હંમેશા તાજી તુલસીના પાનનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

પેટની બીમારી

તુલસીને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. તુલસીના રસથી પેટની દરેક બીમારીઓમાં લાભ મળે છે એટલે કે તુલસી તમારા પેટ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓ: તડકામાં બેસવાથી થશે આ અઢળક ફાયદા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન