The best app for kids to learn in all categories
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • દરેક કેટેગરીઝમાં બાળકો માટે નવું શીખવાની શ્રેષ્ઠ એપ્લિકેશન

દરેક કેટેગરીઝમાં બાળકો માટે નવું શીખવાની શ્રેષ્ઠ એપ્લિકેશન

 | 9:00 am IST
  • Share

માતાપિતા બાળકો સાથે સમય વિતાવી શકે અને દરેક  વર્ગના નામ અંગ્રેજી શબ્દામાં જાણી શકે છે અને બાળકને શિક્ષણ  અને મનોરંજનમાં પણ વ્યસ્ત રાખી શકે છે તે માટે એક ખાસ એપ બનાવવામાં આવી છે. કિડ્સ ઓલ ઇન વન એપ્લિકેશનએ એક પેકેજ છે કે જે તમારા  બાળકોને તેમના નર્સરી થી લઇને દરેક ધોરણના અભ્યાસક્રમ વિશેની વિવિધ મહત્વપૂર્ણ માહિતી વિઝયુઅલ રીતે યાદ રાખવામાં મદદ કરશે. બાળકોને મનોરંજન સાથેનું શિક્ષણ મળે અને માતા-પિતા પણ બાળકો સાથે ફરી એક વાર પુસ્તકો સાથે પ્રેમ કરે તે માટે આ પ્રકારની એપ બનાવવામાં આવી. ઉચ્ચ  રિઝોલ્યુશનવાળા વાસ્તવિક ચિત્રો જે બાળકોને સરળતાથી વસ્તુઓ  શીખવામાં અને ઓળખવામાં મદદ કરશે.

આ સાથે શિક્ષણનું વિઝયુઅલ  મોડલ ભણતરમાં અસરકારક મદદ કરશે. આ એપ્લિકેશનમાં ફળો, શાકભાજી, પ્રાણીઓ, રંગો, આકારો, ફૂલો, મૂળાક્ષરો, સંખ્યાઓ, સુકા ફળો, પક્ષીઓ, મહિનાઓ, અઠવાડિયાના દિવસો, પરિવહન, વ્યવસાયો, ખાદ્ય પદાર્થો, દિશાનિર્દેશો, શારીરિક ભાગો, રમતો અમે તહેવારો જેવી વિવિધ કેટેગરીઝ સામેલ છે. સંગીતના સાધન, પ્રકૃતિ, ઋતુઓ, દેશો અને આ સાથી બીજુ ઘણું આ એપમાં સમાવવામાં આવ્યું છે. વધુ. કિડ્સ ઓલ ઈન વન એપ્લિકેશને વર્ગખંડમાંથી ઘરેલું શિક્ષણનું હમણાં જ પરિવર્તન કર્યું છે.

એપની મુખ્ય વિશેષતાઓ

૧) એક જ એપ્લિકેશનમાં વિવિધ પ્રકારની શૈક્ષણિક કેટેગરીઝ

૨) બાળકો માટે આકર્ષક અને રંગીન ડિઝાઇન ચિત્રો

૩) બાળકો તેમના નામ દ્વારા ઓબ્જેક્ટ્સ ઓળખી શકશે

૪) બાળકના સાચા ભણતર માટે શબ્દ ભંડોળ, મ્યૂઝિકલ શબ્દો

૫) ઓલ-ઇન-વન લર્નિંગ કિટ

૬) કિન્ડરગાર્ટન માટે શૈક્ષણિક રમતો

૭) લોજિકલ એપ્લિકેશનો

૮) રેન્ડમલી જનરેટેડ મેમરી ગેમ્સ

૯) પ્રિ – સ્કુલર્સ માટે રમત અને એપ્લિકેશન્સ

૧૦) વિવિધ આકારો અને રંગો

૧૧) વિવિધ મૂળાક્ષરોની વિગતો

૧૨) શિક્ષણ પઝલ્સ

૧૩) માનવ શરીરના વિવિધ ભાગોનું શિક્ષણ

૧૪) બાળકોને અક્ષરો શોધવામાં સરળતા પડે તેવી ટેક્નિક

૧૫) માતા-પિતા તેમના બાળકોને શીખવાડે તેવી ટેક્નિક

૧૬) બાળક સરળતાથી નેવિગેટ કરે તેવી સુવિધા

૧૭) અંગ્રેજી, હિન્દી, સહિત ૫ ભાષાઓમાં સુવિધા ઉપલબ્ધ

૧૮) સંગીતનાં સાધનો સાથે ભણતર શીખવું

૧૯) સરસ એનિમેશન, ટેબ્લેટ સપોર્ટેડ

જ્ઞાનનો વધારો કરવા ચિત્રોનો ઉપયોગ કરાયો

આ એપનો તમામ વયના બાળકો કરી શકે તે માટે સુંદર ચિત્રોનો ઉપયોગ કરાયો છે. કિડ્સ ઓલ ઇન વન એકદમ સરળ અને ઉપયોગમાં સરળ એપ છે. નામ અને ઉચ્ચારણ સાથે બાળકને સ્ક્રીનની આસપાસ છબીઓ સ્વાઇપ કરવાની ખાસ સુવિધા. આૃર્યજનક ગ્રાફિક્સ, સુંદર રંગો, યૂનિક એનિમેશન અને ઉત્તમ બેકગ્રાઉન્ડ સંગીત જે બાળકોને શીખવા માટે ઉત્સુક કરશે.

એપમાં પેઇન્ટ કરવાની મજા જ કંઇક અલગ આવશે

આ એપ્લિકેશનની આકર્ષક વસ્તુઓમાંની એક વસ્તુ પેઇન્ટ સેગમેન્ટ છે. જેમાં આકર્ષક ડિઝાઇન, રંગ, બ્રશ અને તેથી સાથે અનેક વિવિધ ચિત્રો પણ આપવામાં આવ્યા છે. આ એપ દ્વારા તમે ચિત્રમાં રંગ ભરી પણ શકો છો અને રંગ કાઢી પણ શકો છો. એપમાં બટરફ્લાય, દેડકો, મગર, કૂતરો, હાથી, સિંહ, માછલી અને અનેક પક્ષીઓ ચિત્રકામ કરવા માટે આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન