Marriage According to zodiac signs marriage compatibility
  • Home
  • Astrology
  • જીવનમાં રાશિનું હોય છે અદભૂત મહત્વ, જીવન સાથી પસંદ કરતા પહેલા જાણો કોણ છે તમારા માટે લક્કી

જીવનમાં રાશિનું હોય છે અદભૂત મહત્વ, જીવન સાથી પસંદ કરતા પહેલા જાણો કોણ છે તમારા માટે લક્કી

 | 10:46 am IST

લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે. લગ્ન માટે કેવી વ્યક્તિ પસંદ કરવી તે ખુબજ આકરો સવાલ છે. સોળ સંસ્કારમાં સર્વોતમ એટલે વિવાહ સંસ્કાર જ્યારે વ્યક્તિ કોઈ સાથે પ્રભુતામાં પગલા પાડે ત્યારે તેના પર જ જીવનનો આઘાર રહેલો છે. વિવાહ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. કેટલીકવાર કુંડળી મેળવ્યા છતાં બધુજ જોયા અને વિચાર્યા પછી જ આ નિર્ણય લીધો હોવા છતાં વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

જો તમારી રાશિને અનુકુળ ન હોય તેવુ પાત્ર તમે પસંદ કર્યુ તો સમજી લો કે તમારે લગ્નજીવનમાં હંમેશા તકલીફો માટે તૈયાર રહેવું પડશે. આજે અમે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ કે કઈ રાશિને કોની સાથે સારૂ બનશે.

મેષ રાશિ માટે વિવાહ માટે શુભ રાશિ
મેષ રાશિના જાતકોએ ધનુરાશિ, તુલા કે પછી વૃશ્ચિક રાશિના જાતકો સાથે વિવાહ કરવાથી સુખમય વૈવાહિક જીવન જાય છે. જો મેષ રાશિના જાતકો મિથુન કે પછી વૃષભ રાશિ લગ્ન કરે તો તેમનું વૈવાહિક જીવન સામાન્ય જાય છે. મકર રાશિ કે કુંભ સાથે વિવાહ કરે તો જીવન નર્ક બનતા વાર નથી લાગતી.

વૃષભ રાશિ માટે વિવાહ માટે શુભ રાશિ
વૃષભ રાશિના જાતકોએ કન્યા રાશિ, કર્ક રાશિ અને મકર રાશિના લોકો સાથે વિવાહ કરવાથી તેમના દામ્પત્યજીવનમાં હંમેશા ખુશીઓ લહેરાતી રહે છે. ધનુ રાશિ, કુંભ રાશિ સાથે સામાન્ય તેમજ મેષ રાશિ અને મીન સાથે વિવાહ કરે તો વૈવાહિક જીવનમાં તિરાડ ઉત્પન્ન થાય છે.

મિથુન રાશિ માટે વિવાહ માટે શુભ રાશિ
મિથુન રાશિના જાતકોએ તુલા રાશિ, કુંભ રાશિ અને મકર રાશિના લોકો સાથે વિવાહ કરવાથી તેમના દામ્પત્યજીવનમાં હંમેશા ખુશીઓ લહેરાતી રહે છે. ધનુ રાશિ, સિંહ રાશિ અને કર્ક રાશિ સાથે સામાન્ય તેમજ મેષ રાશિ અને મીન તેમજ વૃશ્ચિક રાશિ સાથે વિવાહ કરે તો લગ્નવિચ્છેદ જેવી સમસ્યા આવી ઉભી રહે છે.

કર્ક રાશિ માટે વિવાહ માટે શુભ રાશિ
કર્ક રાશિના જાતકોએ સિંહ રાશિ, મીન રાશિ અને વૃષભ રાશિના લોકો સાથે વિવાહ કરવાથી દામ્પત્યજીવનમાં ક્યારેય તકરાર થતી નથી. ધનુ રાશિ, તુલા રાશિ અને મેષ રાશિ સાથે સામાન્ય તેમજ મકર રાશિ અને કુંભ તેમજ વૃશ્ચિક રાશિ સાથે વિવાહ કરે તો અનેક સમસ્યા આવી ઉભી રહે છે.

સિંહ રાશિ માટે વિવાહ માટે શુભ રાશિ
સિંહ રાશિના જાતકોએ મિથુન રાશિ, વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિના લોકો સાથે વિવાહ કરવાથી દામ્પત્યજીવન સફળ રહે છે. ધનુ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ સાથે સામાન્ય તેમજ મેષ રાશિ અને મકર તેમજ કુંભ રાશિ સાથે વિવાહ કરે તો અનેક સમસ્યા આવી ઉભી રહે છે. લગ્નજીવનમાં સમસ્યા સર્જાય છે.

આ વીડિયો જુઓ: જાણો કોણે સૌપ્રથમ કરી શિવલિંગની પૂજા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન