શેર બજારમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો, સેન્સેક્સ 610 અંકના ઉછાળા સાથે બંધ - Sandesh
  • Home
  • Business
  • શેર બજારમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો, સેન્સેક્સ 610 અંકના ઉછાળા સાથે બંધ

શેર બજારમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો, સેન્સેક્સ 610 અંકના ઉછાળા સાથે બંધ

 | 4:42 pm IST

મજબૂત ગ્લોબલ સંકેતોના બળે આજે શેર માર્કેટમાં અઠવાડિયાની શાનદાર શરૂઆત જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 2 ટકા વધીને બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટી 10,433.65 સુધી પહોંચવામાં સફળ રહ્યો જ્યારે સેન્સેક્સે 33,962.48નો હાઇ બનાવ્યો. અંતમાં નિફ્ટી 10,400 ઉપર બંધ થયો છે જ્યારે સેન્સેક્સ 33,900ની પાસે બંધ થયો છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી છે. બીએસઇનું મિડકેપ ઇન્ડેક્સ 0.75 ટકા વધીને બંધ થયો છે. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીએસઇનું સ્મોલ કેપ્સ ઇન્ડેક્સ 0.6 ટકા સુધી ચઢીને બંધ થયો છે.

બીએસઇનું 30 શેરોવાળું પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 611 અંક એટલે કે 1.8 ટકાની મજબૂતી સાથે 33,918ના સ્તરે બંધ થયો છે. એનએસઇનું 50 શેરોવાળું પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 194.5 અંક એટલે કે 1.9ના ઉછાળા સાથે 10,421.4 સ્તર પર બંધ થયો છેય

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, વેદાંતા,આઇટીસી, એનટીપીસી, આઇઓસી, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ 5.1-2.8 ટકા સુધી ઉછળીને બંધ થયો છે. જોકે, દિગ્ગજ શેરોમા કોલ ઇન્ડિયા 2.1 ટકા, અરવિંદો ફાર્મા 1.6 ટકા અને એસબીઆઇ 0.15 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

મિડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, અદાણી એન્ટરપ્રાઇઝ, સેલ, ઇન્ફોસિસ અને જિંદાલ સ્ટીલ 5.15-3.8 ટકા સુધી વધીને બંધ થયો છે. જોકે મિડકેપ શેરોમાં આઇડીબીઆઇ બેન્ક, સીજી કંન્જ્યૂમર, બેન્ક ઓફ ઇન્ડિયા, યૂનિયન બેન્ક અને જેએસડબલ્યૂ એનર્જી 8.5-2.3 સુધી ઘટીને બંધ થયા.

સ્મોલ કેપ શેરોમાં ધામપુર શુગર, નેટવર્ક 18, નેલ્કો, સાંધી ઇન્ડસ્ટ્રીઝ અને કેઆરબીએલ 11.1-6.7 ટકા સુધી મજબૂત થઇને બંધ થયા છે. જોકે, સ્મોલકેપ શેરોમાં આંધ્રા બેન્ક, મોનેટ ઇસ્પાત, વોટરબેસ, એવરેડી ઇન્ડસ્ટ્રીઝ અને આરતી ડ્રગ્સ 6.9-5.4 ટકા સુધી તૂટીને બંધ થયા છે.