શિક્ષકોની દારૂ-જુગારની લત વિશે નિવેદન આપી વિવાદમાં આવ્યા આ ભાજપી સાંસદ - Sandesh
NIFTY 11,425.10 -45.60  |  SENSEX 37,868.58 +-155.79  |  USD 68.8825 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • શિક્ષકોની દારૂ-જુગારની લત વિશે નિવેદન આપી વિવાદમાં આવ્યા આ ભાજપી સાંસદ

શિક્ષકોની દારૂ-જુગારની લત વિશે નિવેદન આપી વિવાદમાં આવ્યા આ ભાજપી સાંસદ

 | 3:39 pm IST

લાંબુ ઉનાળુ વેકેશન પછી ગુજરાતમાં શાળાઓ શરૂ થઇ ગઇ છે. તેવામાં નર્મદા જીલ્લામાં શાળા પ્રવેશોત્સવના પ્રારંભે જ સાંસદ મનસુખ વસાવાની તોફાની બેટિંગે લોકોમાં ચર્ચા જગાવી છે. નર્મદામાં શાળાના શિક્ષકો જ વધુ દારૂ પીવે છે અને જુગાર રમે છે ના આક્ષેપો ભાજપ ભરૂચના ફાયરબ્રાન્ડ સાંસદ મોદી સરકારના પૂર્વ મંત્રી અને રાજપીપળાના રહેવાસી સાંસદ મનસુખ વસાવાએ કર્યા છે.

આજે શાળા પ્રવેશોત્સવના પ્રારંભે જ કથડતા શિક્ષણ સામે ભારે ફટકાબાજી કરીને મનસુખ વસાવાએ સૌને ચોંકાવી દીધા છે. નર્મદામાં સૌથી વધુ દારૂ શિક્ષકો જ પીવે છે અને આંકડાનો જુગાર પણ શિક્ષકો જ વધુ રમે છે આમ કહી શિક્ષકો પર ભારે વરસી પડતા સરકાર ઘેરાઈ ગઈ છે.

જોકે નર્મદા જિલ્લાનું પરિણામ હંમેશા સૌથી નીચું આવતું હોય છે જેને લઈને સુધારાના કેટલાય નિષ્ફળ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરાયા પણ સફળતા ના મળતા સાંસદ અકળાયા છે અને શિક્ષણ વિભાગ, શિક્ષકોની કામગીરી સામે આક્ષેપો કરી આજે પ્રવેશોત્સવમાં શિક્ષકોને આડે હાથ લઇ જણાવ્યું છે કે શિક્ષકો પોતાની જવાબદારીથી કામ કરે તો પરિણામ ચોક્કસ સુધરે.