The “Bom Diggy Diggy” girl Sakshi Malik is a true diva in real life
  • Home
  • Photo Gallery
  • PHOTOS: માત્ર એક જ ગીત ‘બોમ ડિગી ડિગી’માં ઠુમકા લગાવીને બોલિવૂડમાં બૂમ પડાવી દીધી

PHOTOS: માત્ર એક જ ગીત ‘બોમ ડિગી ડિગી’માં ઠુમકા લગાવીને બોલિવૂડમાં બૂમ પડાવી દીધી

 | 11:20 am IST

સાક્ષી મલિક મલ્ટિફેસ્ડ સુંદરતા ધરાવનારી મોડેલ અને ડાન્સર છે. તે ફેશન, સૌન્દર્ય અને જીવનશૈલી એમ ત્રણેય વસ્તુ પ્રભાવશાળી રીતે ધરાવે છે. ફેન્સ તેના ખુબ વખાણ કરી રહ્યા છે. તેનો જન્મ 22 જાન્યુઆરી 1993ના રોજ યુપીના કાનપુરમાં થયો હતો. સાક્ષીએ બી.ટેકની ડિગ્રી મેળવી છે કે જે તેણે દિલ્હીથી પાસ કરી છે. તેના કોલેજના દિવસો દરમિયાન, તે હંમેશાં ઇવેન્ટ્સ અને ફેશન શોમાં મોખરે જ રહેતી હતી.

સ્નાતક બન્યા પછી તે મુંબઇ ગઈ જ્યાં તેણે એક મોડેલિંગ એજન્સી સાથે સાઇન અપ કર્યું અને ઇતિહાસ રચી દીધો. સાક્ષી ઘણાં કમર્શિયલમાં પી સી જ્વેલર્સ, ફ્રેશલુક, ન્યકા, વગેરેમાં જોવા મળી હતી.

તે મ્યુઝિક વીડિયો “કુડિયે સ્નેપચેટ વાલીયે” માં પણ જોવા મળી હતી. પરંતુ જ્યારે તે કાર્તિક આર્યન અને નુસરત ભરૂચાની ફિલ્મ “સોનુ કે ટીટુ કી સ્વીટી” ફિલ્મના ગીત “બોમ ડિગી ડિગી” માં જોવા મળી ત્યારે સાક્ષીએ બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું. ત્યારબાદ તેની ખ્યાતિ આસમાનમાં ગુંજવા લાગી. તો જુઓ તેના કેટલાક હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન