The boy threatened the dream of Sapna Chaudhary!
  • Home
  • Entertainment
  • Bollywood
  • યુવકે સપના ચૌધરીને આપી મોટી ધમકી, કહ્યું- લવ યૂ બોલ, નહીં તો….!

યુવકે સપના ચૌધરીને આપી મોટી ધમકી, કહ્યું- લવ યૂ બોલ, નહીં તો….!

 | 11:35 am IST

હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી દેશભરમાં પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ સપનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો તેને ટીક ટોક પર બનાવ્યો છે. આ વીડિયોમાં એક છોકરો સપનાને આઇ લવ યુ ટૂ બોલવા માટે કહેતો નજરે પડી રહ્યો છે.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે સપના ચૌધરી એક ખુરશી પર બેસેલી છે અને એક છોકરો તેને કહી રહ્યો છે કે જો તે મને આઇ લવ યુ ટૂ કીધુ તો હું મારી નસ કાપી લઇશે.તેની પર સપના જવાબ આપતા કહે છે તે પાગલ છે શુ, આવું ના કર, આગળ સપના કહે છે કે તને શુ લાગે છે હુ બોલીશ, ચલ કાપ નસ. તે બાદ છોકરો કહે છે કે વિચારી લે બહુ લોહી નીકળશે. સપના કહે છે કે વિચારી લીધું. ચલ કાપ, આ વીડિયોને સપનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે તે સપના ચૌધરી બિગ બોસની એક્સ કંટેસ્ટેન્ટ પણ રહી ચૂકી છે. હાલમાં તેનું નવું ગીત બેટા તુમસે ન હો પાએગા લોન્ચ થયું છે. આ વીડિયો સોન્ગમાં સપના કિલર ડાન્સ સ્ટેપ્સ કરતી નજરે પડે છે. સપનાના આ નવા વીડિયોમાં સપના એક કોલેજ ગર્લના અવતારમાં નજરે પડી રહી છે. આ ગીતને મોનિક અગ્રવાલ અને રાજુ પંજાબીએ મળીને ગાયું છે. તેના વીડિયોને સુનીતા સિંહે ડાયરેક્ટ કર્યું છે અને સુમિત સિંહે તેને પ્રોડ્યુસ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન