બુદ્ધુ ફેન ધરાવતા સ્માર્ટ લોકો - Sandesh

બુદ્ધુ ફેન ધરાવતા સ્માર્ટ લોકો

 | 3:23 am IST

ઝીરો લાઈનઃ ગીતા માણેક

મારી પાસે સ્માર્ટ ફેન નથી એટલે હું મારી જનરેશન સાથેજ જનરેશન ગેપ અનુભવું છું.* એવું ચેન્નાઈનો યુવાન એન્જિનિયરપ્રસાદ કહે છે. આજના જમાનામાં જો કોઈ એવું કહે કે, તેની પાસે સ્માર્ટફેન નથી કે, તે વોટ્સએપ પર નથી તો પરિચિતો તેની સામે એવી રીતે તાકી રહે છે જાણે તે કોઈ ડાયનોસરના યુગનો માણસ હોય. પરંતુ કેટલાક લોકો બુદ્ધુ ફેન સાથે સ્માર્ટર હેવાનું પસંદ કરી રહ્યા છે.

એક તરફ્ ટાબરિયાંઓથી માંડીને વૃદ્ધો સ્માર્ટ ફેનના વ્યસની થઈ રહ્યા છે ત્યારે એકનવોટ્રેન્ડ શરૂ થયો છે જેમાં સ્માર્ટ ગેજેટ્સને ટાળીને સ્માર્ટનેસ દાખવી રહ્યા છે. ચેન્નાઈનો છવ્વીસ વર્ષનો પ્રસાદ ગર્વપૂર્વક કહે છે કે *હું આઈઓએસકે એન્ડ્રોઇડ નહીં નોનડ્રેઇડ યુઝર છું.* મતલબકે તે અત્યારે બાવા આદમના જમાનાનો લાગતો સાદો-સીધો મોબાઈલ ફેન વાપરે છે જેમાંથી ફ્ક્ત કોલની આવનજાવન થઈ શકે છે અને સાદા એસએમએસ રિસીવ કરી શકાય છે. પ્રસાદ એક એવો અનોખો યુવાન છે જેણે જિંદગીમાં એક પણ સેલ્ફી લીધી નથી! તેના મિત્રો મજાકમાં કહે છે કેઆ કારણસર કદાચ તેની નોંધ નામશેષ થઈરહેલી પ્રજાતિ તરીકે લેવાશે. જો કે સ્માર્ટફેન ન હોવાના ફયદા ગણાવતા પ્રસાદ કહે છે કે હું નવવાગ્યે ઊંઘી શકું છું અને પાંચ વાગ્યે ઊઠીને સાડાપાંચે નોકરી પર જવા નીકળી જાઉં છું. સ્માર્ટફેન મારું સ્ટેટસ સિમ્બોલ નથી પણ ઊલટું સ્માર્ટફેન ન હોવાને કારણે હું આજુબાજુ ના વાતાવરણ અને ઘટનાઓ અંગે સજાગ રહી શકું છું. તે કહે છે કે આ સ્માર્ટ ફેને લોકોને એવા બુદ્ધુ બનાવી દીધા છે કે એક વહેલી સવારે મારો એક મિત્ર મારા ઘરે આવવા નીકળ્યો હતો. મેં તેને કહ્યંુ હતું બસમાંથી ઉતરે પછી તેણે પૂર્વ તરફ્ ચાલવા માંડવું. તો આ ભાઈ ઉદય થઈ રહેલા સૂર્યને જોઈને પૂર્વ દિશા તરફ્ ચાલવાને બદલે ફેનની મદદથી શોધી રહ્યા હતા કે પૂર્વ દિશા કઈ તરફ્ છે!

ગેજેટ્સ વિના જીવનારાઓની સંખ્યા સિલિકોન વેલીમાં પણ વધી રહીછે. આસમજદારલોકોએ સ્માર્ટ ફેનને જાકારો દીધો છે અથવા એને પોતાની જિંદગીમાં પ્રવેશવા જ ન દઈ સ્માર્ટ પુરવાર થઈ રહ્યા છે.

ફેનમાં બેટરી ખૂટવા માંડે તો જાણે તેમના પોતાના શ્વાસ ખૂટવા માંડયા હોય એવું આ સ્માર્ટફેન યુઝર્સને લાગવા માંડે એટલી હદે એના વ્યસની થઈ જાય છે. હવે તો ભારતમાં પણ આવા વ્યસનથી છૂટવા માટેના દવાખાનાઓ શરૂ થવા માંડયા છે. ડો. મનોજ કુમાર શર્માએ બેંગ્લોરમાં ચાર વર્ષ અગાઉ નિમહંસ સાયકેયિટ્રિક  હોસ્પિટલમાં ઇન્ટરનેટ ડી-એડિક્શન સેન્ટર એટલે કે ઇન્ટરનેટના વળગણથી મુક્ત કરાવતું સેન્ટર શરૂ કર્યું તો અન્ય ડોક્ટરો તેમની મજાક ઉડાવતા હતા. આજે એ સેન્ટરમાં દિવસના ઓછામાં ઓછા છ દર્દીઓ આવે છે જેઓ આ વળગણના શિકાર થાય હોય. આ દર્દીઓમાં બહુ મોટી સંખ્યા બાળકો અને યુવાનોની હોય છે. અહીં છેલ્લાં ચાર વર્ષમાં ૨૫૦થી પણ વધુ દર્દીઓને ઇન્ટરનેટના વળગણમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. કેટલાકને તો નશીલી દવાઓના બંધાણીઓની જેમ ૨૧ દિવસ હોસ્પિટલમાં ભરતી પણ કરવા પડયા હતા. જેમાંનો એક છોકરો તો એવો હતો જે દરરોજ ૫૦૦થી વધુ સેલ્ફી લેતો હતો! બેંગ્લોરની હોસ્પિટલના આ વિભાગમાં સ્માર્ટ ફેનનો સ્માર્ટ રીતે ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવવામાં આવે છે. પોતાની હોસ્પિટલમાં ઇન્ટરનેટ મુક્ત કરવાની સેવા શરૂ કરનાર ડો. મનોજકુમાર કહે છે કે આ દર્દીઓ બાળકો હોય કે વૃદ્ધો ભીતરના ખાલીપાને સ્માર્ટ ફેન કે ગેજેટ્સ વડે ભરવાનો પ્રયાસ કરતા હોય છે.

એક જાણીતા સિનિયર ગુજરાતી પત્રકારે સ્માર્ટ ફેન જીદપૂર્વક નહોતો જ ખરીદ્યો. જોકે હવે વ્યાવસાયિક કારણોસર ફ્રજિયાત ખરીદવો પડયો છે ત્યારે તેઓ અકળાઈને કહે છે કે જાણીતા-અજાણ્યા લોકો સવારથી મોડી રાત સુધી વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પર મેસેજ ઝીંકતા રહે છે અને એવી અપેક્ષા રાખે છે કે આપણે એ બધા મેસેજ વાંચીને તેમને જવાબ આપીએ! સ્માર્ટ ફેનથી સુવિધાઓ મળે છે એના કરતા ઉપાધિઓનો ઢગલો વધુ થાય છે એવો કકળાટ અનેક ડાહ્યા માણસોની જેમ તેઓ પણ કરે છે.

[email protected]