The Bumper victory for BJP in Tripura municipal elections
  • Home
  • India
  • ત્રિપુરા મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, TMCને ઝટકો

ત્રિપુરા મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, TMCને ઝટકો

 | 5:29 pm IST
  • Share

  • પરિણામ બાદ દિલીપ ઘોષે ટીએમસી પર કર્યા આકરા પ્રહારો
  • યૂપી ચૂંટણી પહેલા ત્રિપુરામાં જીત મળતા કાર્યકરો ઉત્સાહમાં
  • ત્રિપુરામાં ટીએમસીના ઉમેદવારો કોઈ કમાલ ન કરી શક્યા

ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા ભાજપ માટે એક સારા સમાચાર આવ્યા છે. ત્રિપુરા મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે 334માંથી 329 બેઠકો જીતી છે. આ સાથે જ અગરતલા સહિત અન્ય નગર નિગમોમાં વિપક્ષનું ખાતું પણ ખુલ્યું નથી. અગરતલાના તમામ 51 વોર્ડમાં ભાજપે જીત મેળવી છે.

અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ત્રિપુરામાં 13 મ્યુનિસિપલ સંસ્થાઓની 222 બેઠકો માટે રવિવારે સવારથી મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ જંગી જીત મેળવી છે.

ભાજપે ખોવાઈ નગર પરિષદ, કુમારઘાટ મ્યુનિસિપલ કાઉન્સિલ, સબરૂમ નગર પંચાયત, અમરપુર નગર પંચાયત, પાર્ટી કૈલાશહર, તેલિયામુરા, મેલાઘર અને બેલોનિયા મ્યુનિસિપલ કાઉન્સિલ, ધરમપુર અને અંબાસા નગરપાલિકા, પાણીસાગર, જીરાનિયા અને સોનાપુરા નગર પંચાયતોમાં શાનદાર જીત મેળવી છે.

શહેરી સ્થાનિક સંસ્થાઓમાં 334 બેઠકો છે

રાજ્યમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની 334 બેઠકો છે. જેમાં ભાજપે 329 પર જીત મેળવી છે. ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા, પક્ષના ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે ત્રિપુરા મ્યૂનિસિપલ ચૂંટણીના પરિણામોએ પૂર્વોત્તર રાજ્યમાં પ્રવેશ કરવાના તૃણમૂલ કોંગ્રેસના દાવાઓની પોલ ખોલી નાખી છે અને રાજ્યના લોકોને ભાજપ પર વિશ્વાસ છે તે સાબિત થયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો