The canceled fifth Test between India and England will be played again
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી પાંચમી ટેસ્ટ મેચ ફરીથી રમાશે

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી પાંચમી ટેસ્ટ મેચ ફરીથી રમાશે

 | 6:14 pm IST
  • Share

  • ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝને લઇ અપડેટ
  • ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી ટેસ્ટ મેચ ફરીથી રમાશે
  • 5મી ટેસ્ટ મેચ આવતા વર્ષે જુલાઈમાં રમાશે

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી સિરીઝની 5મી ટેસ્ટ મેચ આવતા વર્ષે જુલાઈમાં રમાશે. ખાસ વાત એ છે કે સિરીઝની આ મેચ હવે માન્ચેસ્ટરને બદલે એજબેસ્ટનમાં રમાશે. ભારત 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) વચ્ચે થયેલા કરાર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની સિરીઝ સપ્ટેમ્બર મહિનામાં રમાઇ હતી. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ડ્રો રહી હતી. જેના પછી લોર્ડસમાં રમાયેલ બીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને ધૂળ ચટાડી હતી. જોકે ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે વાપસી કરતા મેચ સરળતાથી જીતી લીધી અને 1-1 થી બરાબરી કરી લીધી હતી. જોકે બાદમાં ટીમ ઇન્ડિયાના કોચ સહિત કેટલાક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થતા ટેસ્ટ મેચ રદ થઇ હતી.

ઇસીબી એ મીડિયાને આપેલ નિવેદનમાં કહ્યું,‘શિડ્યૂલમાં જટિલતાઓના કારણે અને પૂર્વ-નિયોજીત કાર્યક્રમોના કારણે, આ ટેસ્ટ મેચ મેચચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં આયોજીત નહી કરી શકાય. આથી ટેસ્ટ પિચ તૈયાર કરવા માટે પર્યાપ્ત સમય મળશે નહીં.’

ટીમ ઇન્ડિયા જ્યારે વર્ષ 2022માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે ત્યારે તેઓએ ત્યાં પાંચમી ટેસ્ટ મેચ બાદ 3 ટી-20 ઇન્ટરનેશનલ મેચો અને 3 વન-ડે મેચોની સિરીઝ પણ રમવી પડશે. આ તમામ મેચો જુલાઇ મહિનામાં જ રમાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો