The censor board turned scissors on some scenes of the Love aajkal
  • Home
  • Entertainment
  • Bollywood
  • સૈફ અલી ખાનની દીકરીએ ફિલ્મ માટે હદ વટાવી, કાર્તિક આર્યન સાથેની તસવીરો વાયરલ

સૈફ અલી ખાનની દીકરીએ ફિલ્મ માટે હદ વટાવી, કાર્તિક આર્યન સાથેની તસવીરો વાયરલ

 | 12:19 pm IST

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કલ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ ગત ગણા દિવસોથી સતત ચર્ચામાં છે. સારા અલી ખાન અને કાર્તિક આર્યન પણ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યાં જ હવે આ ફિલ્મને લઇ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ફરી વળી છે.

ગત દિવસોમાં જ્યારે મેકર્સએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેમા કાર્તિક અને સારા વચ્ચે કેટલાક ઇન્ટિમેન્ટ અને કેટલાક કિસિંગ સીન્સ પણ નજર આવ્યા હતા. લોકોને કાર્તિક અને સારાની કેમેસ્ટ્રી પસંદ પણ આવી હતી. પરંતુ હવે તે સીન્સ તમને સિનેમાઘરોમાં નજર નહી આવે કારણ કે એક વેબસાઇટના અહેવાલ અનુસાર કાર્તિક અને સારાના લેવ મેકિંગ સીન પર સેન્સર બોર્ડે પોતાની કાતર ચલાવી દીધી છે.

આ ફિલ્મની રિલીઝના ઠીક પહેલા સેન્સર બોર્ડે માત્ર તેના કેટલાક સીન્સ પર કાતર ચલાવી છે પરંતુ સાથે જ ખબરોનું માનીએ તો કેટલાક સીન્સને બ્લૂ કરવાની વાત પણ કહી હતી. આ ફિલ્મના તમામ બોલ્ડ સીન્સને બ્લૂ કરીને સિનેમા હોલમાં દેખાડવાના નિર્દેશ આપ્યા હતા. ત્યાં જ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા યૂ/એ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે.

આ ફિલ્મને ઇમ્તિયાજ અલીએ નિર્દેશિત કરી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન સાથે રણદીપ હુડ્ડા અને આરૂષિ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં માથાભારે સૂર્યા મરાઠીની હત્યાનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન