The Center has asked the state governments for the death toll due to lack of oxygen
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આખરે કેન્દ્રએ રાજ્ય સરકારો પાસેથી ઓક્સિજનના અભાવથી થયેલા મોતના આંકડા માગ્યા

આખરે કેન્દ્રએ રાજ્ય સરકારો પાસેથી ઓક્સિજનના અભાવથી થયેલા મોતના આંકડા માગ્યા

 | 7:50 pm IST
  • Share

સંસદના ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન સરકાર દ્વારા અપાયેલા એક નિવેદનને કારણે રાજકીય હોબાળો થયો હતો. કેન્દ્ર તરફથી સંસદમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન દેશમાં ઓક્સિજનના અભાવથી થયેલા મોતનો કોઈ આંકડો નથી. સરકારના આ નિવેદને રાજકીય રંગ લઈ લીધો હતો અને વિપક્ષના કેટલાક નેતાઓ ઉપરાંત ભાજપના જ કેટલાક નેતાઓ તેમની જ સરકાર સામે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગ્યા હતા.

જ્યારે ઓક્સિજનના અભાવથી મૃત્યુના મુદ્દે રાજકીય હોબાળો મચ્યો ત્યારે હવે કેન્દ્ર સરકાર કાર્યવાહીમાં લાગી ગઈ છે. જો સૂત્રોની વાત માનીએ તો સરકારે હવે રાજ્યો પાસેથી ઓક્સિજનના અભાવને કારણે થયેલાં મોતનાં આંકડાઓ માંગ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કેટલા લોકોના મોત થયા તેના આંકડા પૂરા પાડવા જણાવ્યું છે.

દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુને લગતા આંકડા હાલમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં જ ગૃહમાં રજૂ કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓક્સિજનના અભાવથી થતા મૃત્યુને લગતા ડેટા સંસદના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન 13 ઓગસ્ટે ગૃહમાં રજૂ કરી શકાય છે. નોંધપાત્ર વાત એ છે કે, આરોગ્ય મંત્રાલયે ગૃહમાં કહ્યું હતું કે કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુના આંકડા ઉપલબ્ધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન