કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આવશે ગુજરાત, કારણ છે ખાસ - Sandesh
  • Home
  • Uncategorized
  • કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આવશે ગુજરાત, કારણ છે ખાસ

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આવશે ગુજરાત, કારણ છે ખાસ

 | 3:58 pm IST

એક મહિના પછી કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાત આવશે. ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી ચૂંટણી પ્રક્રિયા અંગે રાજ્યપાલને રિપોર્ટ સોંપશે. જ્યારે એક મહિના પછી ચૂંટણીપંચની ટીમ ઉમેદવારોના ખર્ચની સમીક્ષા કરશે. એટલું જ નોટિફિકેશનને લઈને કાર્યવાહી કરશે. સાથોસાથ નિયત સમયમાં હિસાબ રજૂ ન કરનાર સામે પણ કાર્યવાહી કરશે.

આધારભૂત માહિતી પ્રમાણે આગામી દિવસોમાં 2થી 3 સભ્યોની બનેલી ચૂંટણીપંચની ટીમ ગુજરાત આવશે. ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવવારોએ ખર્ચનો હિસાબ આપવો પડશે. નિયમ મુજબ ખર્ચ મર્યાદા કરતા વધું ખર્ચ કરતાં કાર્યવાહી કરવામાં આવશે. નિયમ મુજબ કાયદા પ્રમાણે ચૂંટણી પ્રક્રિયાના 30 દિવસમાં ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોએ પોતાના હિસાબો ચૂંટણીપંચને આપવાના હોય છે. ઉમેદવાર દીઠ 16 લાખથી વધું ખર્ચ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે છે.

ચૂંટંણીપંચ ઉમેદવારો પાસેથી મળેલી માહિતીનું પૃથ્થકરણ કરીને રિપોર્ટ તૈયાર કરે છે. જે રાજ્યપાલને સોંપવામાં આવે છે. તે પછી તે અન્વયે પગલા ભરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન