કેન્દ્ર સરકારે અયોધ્યાના વિકાસ માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો - Sandesh
  • Home
  • Featured
  • કેન્દ્ર સરકારે અયોધ્યાના વિકાસ માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો

કેન્દ્ર સરકારે અયોધ્યાના વિકાસ માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો

 | 10:13 pm IST

ઇતિહાસ સર્જાવા જઇ રહ્યો છે. એક નવા ઉત્સવની મહાતૈયારીઓ થઇ રહી છે. દેશના કરોડો દેશવાસીઓની જે ઇચ્છા. જે લાગણી. જે ભક્તિ. જે બલિદાન હતા એ તમામ બલિદાનનું પરિણામ મળવા જઇ રહ્યું છે. કેમ કે, આજે અવધમાં છે આનંદો.

કેટલીય સદીઓ વીતિ ગઇ. કોર્ટના ચુકાદા. કોર્ટની તારીખોમાં અટવાય ગઇ હતી કરોડો રામભક્તોની આસ્થા. પરંતુ, હવે સમય આવી ગયો છે ભગવાન શ્રી રામના અદ્દભુત. અવિસ્મરણીય અને અલૌકિક મંદિરનાં નિર્માણનો. હવે સમય આવી ગયો છે. અવધમાં આનંદોત્સવ ઉજવવાનો .

તૈયારીઓ પૂર્ણતાને આરે છે.. હવે રાહ છે તો, માત્ર 5 ઓગસ્ટની કેમ કે, આ દિવસ ભારતના ઇતિહાસના સુવર્ણ અક્ષરમાં લખાશે. આ દિવસ ભગવાન શ્રી રામ વર્ષો જૂનો વનવાસ પૂરો કરશે. 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજન થશે.. ભગવાન શ્રી રામના સૌથી મોટા, સૌથી ભવ્ય મંદિરનું.

અયોધ્યા ભગવાન રામની પાવન જન્મભુમિ છે. આજે અમે તમને એ પાવન સ્થાન વિશે જણાવીશું , જે ભગવાન રામે લંકાથી પરત ફર્યા બાદ એમના પ્રિય ભક્ત હનુમાનજીને રહેવા માટે આપ્યું હતું. એનું નામ છે હનુમાનગઢી. હનુમાનગઢીમાં શ્રી હનુમાન, રાજા તરીકે બિરાજમાન થયા.

અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરૂ થતાની સાથે જ હવે આ નગરી વિકાસની પણ હરણફાળ ભરશે. કેમ કે, કેન્દ્ર સરકારે અયોધ્યાના વિકાસ માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો છે.

અયોધ્યા. એક એવી ઐતિહાસિક નગરી કે જેણે સેંકડો સદીઓ જોઇ છે. જેની ધૂળમાં હજારો વર્ષોનો ઇતિહાસ ધરબાયેલો છે. આ ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરાવા જઇ રહ્યું છે. જે સુવર્ણ અક્ષરે લખાશે. જે 500 વર્ષનાં પહેલાંનાં ભવ્ય ભૂતકાળને ફરીથી દહોરાવશે. જે અયોધ્યાને ફરી રાજા રામની નગરીનું બિરુદ અપાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન