The Central Govt Released The Guidelines For Unlock-2
  • Home
  • Corona live
  • ચીન, કોરોના, અનલોક-2…. આવતી કાલે સાંજે 4 વાગ્યે PM મોદી કરી શકે છે મોટી જાહેરાત

ચીન, કોરોના, અનલોક-2…. આવતી કાલે સાંજે 4 વાગ્યે PM મોદી કરી શકે છે મોટી જાહેરાત

 | 10:41 pm IST

દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના 5 લાખ 48 હજાર કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે દેશભરમાં 16,400 લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે અનલોક-2ને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. લોકડાઉન-1ની સમયમર્યાદા આવતી કાલે 30 તારીખે પુરી થઈ રહી છે.

નવા દિશાનિર્દેશ પ્રમાણે નાઈટ કર્ફ્યૂનો સમય બદલીને રાત્રે 10 વાગ્યેથી સવારે 5 વાગ્યા સુધી કરી દીધું છે. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં મેટ્રો ટ્રેનને મંજૂરી નથી આપવામાં આવી. કેન્ટોનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું કડકાઈપૂર્વક પલન કરાવવામાં આવશે.

કોરોના મહામારીના કારણે દેશભરમાં લગભગ 4 મહિના લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્રણ તબક્કાના લોક્ડાઉન બાદ ચોથા તબક્કામાં અનલોક જાહેર કરવામાં આવ્યું. જેમાં ઘણી છુટછાટ આપવામાં આવી. આ અનલોક-1ની સમયમર્યાદા આવતી કાલે 30 જૂને સમાપ્ત થઈ રહી છે. તે પહેલા જ આજે 29 જૂને કેન્દ્રની મોદી સરકાર દ્વારા અનલોક-2ની જાહેરાત કરવામાં આવી છે. આજે સોમવારે સાંજે અનલોક-2ની ગાઈડલાઈન્સ જાહેર કરાઈ હતી.

આ ગાઈડલાઈન્સ પ્રમાણે 31 જુલાઈ સુધી દેશભરમાં શાળા-કોલેજો બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધ રહેશે. જોકે જે ઈન્ટરનેશનલ ફ્લાઈટને જ મંજૂરી આપવામાં આવશે જેમને ગૃહમંત્રાલયે મંજૂરી આપી છે. તેવી જ રીતે મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ,બાર, સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે.  

જોકે ઘર આંગણાની ફ્લાઈટો અને કેટલીક ગણતરીની ટ્રેનોમાં મર્યાદીત છુટછાટ આપવામાં આવી છે. તેના સંચાલનને વધુ વિસ્તૃત રૂપે વિસ્તારીત કરવામાં આવશે. સાથે જ નાઈટ કરફ્યૂની સમયમર્યાદા વધારવામાં આવી છે. હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો કરફ્યૂ યથાવતા રહેશે. આ ઉપરાંત બસ, ટ્રેનો,  વિમાનોમાંથી ઉતરનારા મુસાફરો ઔદ્યોગિક એકમો, નેશનલ હાઈવે, રાજ્ય હાઈવે પર માલસામાન સાથે પોતના નિર્ધારીત સ્થાને જવાની કરફ્યૂ દરમિયાન પણ છુટ આપવામાં આવી છે.

જોકે કન્ટોનમેંટ ઝોનમાં લોકડાઉનનું કડકાઈપૂર્વક પાલન કરાવવામાં આવશે. કંટેનમેંટ ઝોનની બહાર કેન્દ્દ્ર અને રાજ્ય પ્રશિક્ષણ સંસ્થાનોને 15મી જુલાઈથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અનલોક-2ની આ ગાઈડલાઈન્સ 1 જૂલાઈથી 31મી જૂલાઈ સુધી અમલી રહેશે.

દુકાનોમાં 5થી વધારે લોકો એકત્ર થઈ શકે છે પણ તેના માટે સોશિયલ ડિસ્ટેંસિંગની પૂરતી કાળજી રાખવાની રહેશે. 15 જૂલાઈથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ શરો થશે. તેના માટે સરકાર તરફથી એસઓપી જાહેર કરવામાં આવશે. દેશના જુદી જુદી પ્રદેશ સરકારો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે કે, શાળા-કોલેજો અને કોચિગ ક્લાસ 31 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે.

આવતી કાલે પીએમ મોદીનું રાષ્ટ્રના નામે સંબોધન

આવતી કાલે અનલોક-2ની જાહેરાત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતી કાલે મંગળવારે સાંજે 4 વાગ્યે દેશના નામે સંબોધન કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન