સોની ટીવીએ કપિલ શર્માને આપી ધમકી, અને કહ્યું... - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • સોની ટીવીએ કપિલ શર્માને આપી ધમકી, અને કહ્યું…

સોની ટીવીએ કપિલ શર્માને આપી ધમકી, અને કહ્યું…

 | 6:37 pm IST
  • Share

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં હવે કપિલ શર્મા શોનું ભવિષ્ય જોખમમાં છે. કપિલ શર્માનો શો ટીઆરપીની રેસમાંથી બહાર નીકળી ગયો છે. આમ, ચેનલે કપિલ શર્માને એક મહિનાનો સમય આપ્યો છે. જો એક મહિનાની અંદર કપિલ શર્મા પોતાના શોની ટીઆરપી પાછી મેળવી લેશે તો જ ચેનલ આ શો ચાલુ રાખશે. નહીંતર શો બંધ કરી દેશે. એક અહેવાલ અનુસાર કપિલે આ એક મહિનામાં તમામ કલાકારો સાથે વાત કરીને શો અંગે નિર્ણય લેવાનો રહેશે.

કપિલ શર્માએ ફ્લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે દારૂ પીને ઝઘડો કર્યો હતો. તેને કારણે સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર તથા સુગંધાએ આ શોમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સુનીલ ગ્રોવરના જવાથી કપિલનો શો ટીઆરપી રેસમાંથી બહાર થઈ ગયો છે. જો કે આ મામલે દર્શકોને પણ સુનીલ ગ્રોવરની કમી વર્તાઈ છે.

નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતા ફ્લાઈટમાં કપિલ અને સુનીલ વચ્ચે ઝઘડો થયો હતો અને કપિલે ગાળા-ગાળી કરીને તેને માર્યો હતો એવું ફ્લાઈટ એટેંડન્ટ્સે જણાવ્યું હતું. જો કે ચંદન સાથે પણ કપિલે ગેરવર્તન કર્યું હતું. આ પછી સુનીલ અને ચંદન શોમાં દેખાયા નથી. સુનીલે શોમાં પાછા ફરવાના અહેવાલોનું ખંડન કર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન