The Chief Minister did not even come to call on Alpesh Thakor Join BJP
  • Home
  • Ahmedabad
  • રાષ્ટ્રીય નેતાની શેખી મારતા અલ્પેશ ઠાકોરને પોંખવા મુખ્યમંત્રી પણ ના આવ્યા

રાષ્ટ્રીય નેતાની શેખી મારતા અલ્પેશ ઠાકોરને પોંખવા મુખ્યમંત્રી પણ ના આવ્યા

 | 5:43 pm IST

કોંગ્રેસનો બળવાખોર નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ મામલે ગુજરાતમાં વસતા પરપ્રાંતિઓમાં ભારે રોષ ભભૂક્યો છે. શ્રામિકોના યુનિયનો પછી ઉત્તર ભારતીય વિકાસ પરિષદે પણ ભાજપને મત નહી આપવાની ચિમકી ઉચ્ચરી છે.

ગુજરાતમાં સિલસિલાબંધ પરપ્રાંતિયો પર હુમલાની ઘટનામાં જે ભાજપના નેતાઓ અલ્પેશને દોષી કહેતા હતા તે જ નેતાઓ ગુરૂવારે કમલમમાં કોંગ્રેસમાંથી પેરાશુટ ઉતારી, કેસરી ખેસ પહેરાવીને પવિત્ર કર્યો છે. ભાજપની આ હદની સત્તા લાલસા સામે બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં ઘરઘાટી, લારીગલ્લા અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત યુનિયનોએ વિરોધ કર્યો છે. આવી રહેલી ચૂંટણીમાં ગુજરાતમાં અને પોતાના ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના ગૃહરાજ્યોમાં ભાજપને મત નહી આપવા આંદોલન કરવાનું પણ એલાન કર્યુ છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રિય પ્રમુખ શ્યામસિંઘે કહ્યુ કે ”ગુજરાતમાં ભાજપ ઉપર અમને વિશ્વાસ હતો, એ જ ભાજપ ગરીબ, મજદૂર હિન્દીભાષીઓને મારી મારીને બહાર ભગાડનારાને ગંગાજળ છાંટી આરોપ ધોઈ આપે તેનાથી લાગણી દુભાઈ છે, હવે અમે ભાજપને મત નહી આપીએ. અમારા વતનમાં પણ ભાજપ સામે અભિયાન ચલાવીશુ’ આ તરફ ભાજપમાં પણ જાણે નૈતિકતાનો છેદ ઉડયો હોય તેમ રાજ્યમાં મજબૂત સરકાર હોવા છતાંયે વધુ એક કોંગ્રેસના પેરાશુટને ઉતારતા ડ્રામાબાજીથી પાયાના કાર્યકરો, ધારાસભ્યોમાં અસંતોષ વ્યાપ્યો છે.

‘રાષ્ટ્રીય નેતા’ને પોંખવા સીએમ પણ હાજર નહી

કોંગ્રેસના ધારાસભ્યપદે રહેતા અલ્પેશ પોતાને રાષ્ટ્રીય નેતા ગણાવતો, રાહુલ ગાંધી આવે તો મને મળે અને હુ રાષ્ટ્રીય નેતા સિવાય કોઈની સાથે વાત પણ ન કરૂ એવી શેખી મારતો હતો. હવે ભાજપમાં પોંખાયો ત્યારે આ સ્વઘોષિત ‘રાષ્ટ્રીય નેતા’ને સેલ્ફીનો પોઝ આપવા મુખ્યમંત્રી પણ હાજર રહ્યા નહી.

સેના અને ભાજપ 1 વ્યક્તિ – દો પદ
ભાજપના નેતાઓ રાજકિય પક્ષને સમાંતર સમાજીક સંગઠનો ચલાવી ન શકે એવુ બંધારણ ભાજપનું છે. અલ્પેશને ભાજપભેગા કર્યા પછી તેની સેનાનુ અસ્તિત્વ રહશે કે ભાજપના મજબૂત નેતાઓ સેનાનું વિસર્જન કરાવશે તેના ઉપર સંગઠનના કાર્યકરોની નજર છે.

આ પણ જુઓ: મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીની મુલાકાતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન