The Chief Minister took the help of 'Vayu' hurricane and asked people to cooperate
  • Home
  • Gujarat
  • ‘વાયુ’ વાવાઝોડાને લઇ મુખ્યમંત્રીએ લોકો સામે જોડ્યા બે હાથ, માંગ્યો સહકાર

‘વાયુ’ વાવાઝોડાને લઇ મુખ્યમંત્રીએ લોકો સામે જોડ્યા બે હાથ, માંગ્યો સહકાર

 | 3:23 pm IST

ભારતીય દક્ષિણ મહાસાગરમાં ઉદભવેલ હવાનું લો પ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આવીને ખાનાખરાબી સર્જવાની આશંકાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેક્ટર સહિતના ઓફિસરો અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ તેમજ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સુચના આપી જેઓ રજા પર હોય તેઓની રજા તાત્કાલીક અસરથી કેન્સલ કરી દીધી છે.

સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, જુનાગઢ, દીવ જીલ્લાઓમાં પણ બચાવ કાર્યની કોઈ જરૂર પડે તો જામનગર એરફોર્સ તેમજ આર્મીની ત્રણેય પાંખના જવાનોની 7 ટીમો ઉપરાંત નેવીના 500 તરવૈયા જવાનો વગેરે તૈયાર હોવાનું તેમણે ઉમેર્યુ હતું. મ્યુ.કમિશનર સતીષ પટેલએ જણાવ્યું હતું કે, જામનગર શહેરને બે દિવસ સુધી પાણી સ્ટોરેજ કરવા માટે વધુ પાણીનો જથ્થો આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ સહાયની જરૂર પડશે તો જામનગર એરફોર્સથી હેલીકોપ્ટરો અને વાહનો મારફત ફુડપેકેટો કે અન્ય સામગ્રી પહોંચાડવા માટે જામનગરમાં 8 એન.જી.ઓ.સાથે તંત્રએ તાબડતોબ હજારો ફુડ પેકેટો બનાવવા અને મોકલવા તૈયારી રાખી છે.

આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાયું વાવાઝોડાની આવતી કાલે વહેલી સવારથી પરમ દિવસ સુધી વ્યાપક અસર થશે. હવામાન વિભાગ 130 કિલોમીટર ફૂંકાશે પરંતુ આજે તેની ગતિ વધુ છે અને તે 150 કીલોમીટર ફૂંકાઇ રહ્યું છે. એટલે તેની તિવ્રતા વધતી જાય છે એ ચિંતાનો વિષય છે. રાજ્યનાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હું મીડિયાના માધ્યમથી 10 જિલ્લાઓના લોકોને વિનંતી કરું છું કે, એક રાત માટે સ્થળાંતર થવા માટે તંત્રને સહકાર આપે. મધરાત્રે વાવાઝોડું ત્રાટકશે. મધરાત્રે બધા સુતા હશે. વિજળી ન પણ નહોય. એટલે આપણે અંધારામાં ફાંફા ન મારવા પડે તેવી પરિસ્થિતિમાં તમામ લોકો સહકાર આપે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન