The child will be the smartest and intelligent way to do this
 • Home
 • Supplements
 • Ardha Saptahik
 • બાળક સૌથી વધારે સ્માર્ટ અને ઇન્ટેલીજન્ટ આવી રીતે બનશે

બાળક સૌથી વધારે સ્માર્ટ અને ઇન્ટેલીજન્ટ આવી રીતે બનશે

 | 1:43 pm IST

આજે દરેક પેરન્ટ્સને ‘સુપર કિડ’ જોઇએ છે. પોતાનું બાળક સૌથી વધારે સ્માર્ટ અને ઇન્ટેલીજન્ટ હોય એ દરેક પેરન્ટ્સની અંદરની ઇચ્છા હોય છે. બાળકની ઇન્ટેલીજન્સ એના જીન્સ પર આધારિત હોય છે. છતાં થોડાં વ્યવહારિક પ્રયત્નો બાળકનાં આઇ.ક્યૂમાં વધારો કરી શકે. જન્મ સમયે એનામાં જે બુદ્ધિમતાનું લેવલ હોય એને ચોક્કસ વધારી શકાય.

 • ભાષા, વાક્છટા, હાજર જવાબી, સેન્સ ઓફ હ્યુમર અને લોજીકલ આર્ગ્યુમેન્ટ વ્યક્તિની બુધ્ધિમતા દર્શાવે છે. સંશોધનો એવું કહે છે કે જે બાળકોના આઇ.ક્યૂ લેવલ તેજ હોય છે તેઓ ઓછામાં ઓછી ચાર ભાષાઓ આસાનીથી શીખી શકે છે. તે પણ યોગ્ય ઉચ્ચારણ અને પૂરી રીધમ સાથે. એવું પણ નથી કે જે બાળકો દ્વિ-ભાષી હોય છે તેમનો આઇ.ક્યૂ લેવલ ઓછો જ હોય છે. એમનામાં પણ ભણવા-લખવાની યોગ્યતા ઘણી વધારે જોવા મળે છે તેઓ પ્રેશર કે ટેન્શનમાં પણ ખૂબ સરસ પ્રદર્શન કરી શકે. પોતાની આજુબાજુની મહત્ત્વની જાણકારીઓ અને સૂચના જાણવા તેઓ ચોક્કસ રહે છે.અગર તમે પણ તમારા બાળકનું આઇ.ક્યૂ લેવલ વધારવા ઇચ્છો છો તો એને એકથી વધારે ભાષા શીખવો. હા, બુદ્ધિમત્તા માટે બાળક એની માતૃભાષા શીખે એ અતિ આવશ્યક છે કારણ કે વિચારોની સહજ અભિવ્યક્તિ માતૃભાષામાં જ શક્ય છે.
 • આજનું બાળક જન્મતાની સાથે જ મોબાઇલનું ક્રેઝી જોવા મળે છે મોબાઇલ, ટી.વી.ની લત બાળકને માહિતી કે જનરલ નોલેજ આપે છે પરંતુ બુદ્ધિમતા ખીલવાની તક છીનવી લે છે. બુદ્ધિમત્તા માટે બ્રેઇનગેમ્સ યાને એજ્યુકેશનલ ગેમ્સમાં બાળકને વ્યસ્ત રાખો. આ ગેમ્સ બેટરીવાલી નહીં પરંતુ મેન્યૂઅલ હોવી જોઇએ. દાદા-દાદી કે ભાઇ-બહેન સાથે આ રમત રમવામાં આવે તો પરસ્પરનું બોન્ડીંગ અને આઇ.ક્યૂ લેવલ પણ તેજ થશે. નાનાં બાળકો માટે બિલ્ડીંગ બ્લોક્સ, મેમરી ગેમ્સ, પઝલ્સ અને ક્રાફ્ટ બેસ્ટ ઓપ્શન છે. એમાં તેઓ મેથ્સ, સાયન્સ, એન્જીનિયરીંગ અને ટેકનોલોજી સાથે જોડાયેલી વાતો પણ શીખે છે મોટા બાળકો ચેસ-સ્ક્રેબલ કે વર્ડ ગેમ રમી શકે એનાંથી એમનું શબ્દભંડોળ અને રીઝનીંગ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે.
 • બાળ મનોવૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ સંગીતથી બાળકોનું આઇ.ક્યૂ લેવલ વધે છે અને શીખવાની ક્ષમતા તેજ થાય છે હાલમાં જ થયેલાં એક સંશોધન મુજબ સંગીત શીખનાર ગ્રુપનું આઇ.ક્યૂ. લેવલ, એકેડોમિક પરફેમન્સ અને એકસ્ટ્રા કરિકુલમમાં પ્રદર્શન ખૂબ જ સારું હતું.
 • વાંચનની આદતથી બાળકમાં ભાષાનું જ્ઞાન વિકસે છે અને એ ભાષા બોલતાં પણ શીખે છે એમનું આઇ.ક્યૂ. લેવલ તેજ બને છે આથી ઉંમર વધવાની સાથે-સાથે જ્યારે બાળક વાંચતા શીખે ત્યારે એમાં ઇન્ટર એક્ટીવ રીડીંગની ટેવ પાડો. ઇન્ટરક્રેટીવ રીડીંગની ટેવ પાડો. જેથી પેરન્ટ્સ પણ એમાં ઇન્વોલ થઇ શકે. વાંચન પછી બાળક સાથે જે તે વિષય પર ચર્ચા કરો, એમને સવાલો પૂછો. કલ્પના કરવા માટે કહો, આ બધી બાબતો એમનાં મગજને વધારે ઝડપથી કાર્યરત કરશે.
 • રમતગમતથી બાળકોનો બ્રેન પાવર વધે છે અને શીખવાની શક્તિ પણ વધે છે આ વાત માત્ર બાળકોને નહીં મોટાઓને પણ લાગુ પડે છે. આથી એક્સરસાઇઝ અને રમતગમત બાદ બાળકને ભણવા બેસાડો. ડાન્સ, સાયકલીંગ, જિમનાસ્ટીક કે ટેકવાન્ડો જેવી ગેમમાં સક્રિય બનાવો. એમાં શરીરની સાથે મનની ગતિ પણ તેજ બનશે. ઉંઘ સારી આવવાથી યાદશક્તિ પણ વધશે.
 • સંશોધનથી સાબિત થયું છે કે બાળકોનાં ૫૦ ટકા ઇન્ટેલીજન્સી વારસાગત હોય છે. બાકી ૫૦ ટકા પોતાની આસપાસનાં વાતાવરણથી ગ્રહણ કરે છે. બાળકો એમનાં મિત્રોની પસંદગી યોગ્ય રીતે કરે એનું પેરન્ટ્સ ધ્યાન રાખે. બાળકો એકબીજાની સારી-ખરાબ આદતોને ગ્રહણ કરે છે એની અસર બાળકની બુદ્ધિમતા પર પડે છે. તેથી બાળકોનું ગ્રુપ સારું બને એ માટે સજાગ રહો.
 • ડીપ બ્રીધીંગ મગજને તેજ રાખવા માટેની સૌથી ફયદામંદ એક્સરસાઇઝ છે. ડીપ બ્રીધીંગ કરવાથી ન કેવલ તનાવ ઓછો થાય છે બલકે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ વધે છે તેથી સવારે ઉઠીને અને રાત્રે સૂતાં પહેલાં ડીપ બ્રીધીંગની આદત પાડો.
 • ઉંમર વધવાની સાથે-સાથે બાળકનું આઇ.ક્યૂ લેવલ વધારવા માટે જરૂરી છે કે એ પૂરતી ઉંઘ લે. રાત્રે પૂરતી ઉંઘ લીધી હોય તો મગજ એનું કામ યોગ્ય રીતે કરે છે. એનાં વ્યવહારમાં ચીડીયાપણું નથી આવતું. પૂરતી ઉંઘનો સંબંધ માનસિક સર્તકતા, એકાગ્રતા અને સારી યાદશક્તિ સાથે છે. જે બાળકની શીખવાની માનસિક ક્ષમતાને પ્રભાવિત કરે છે.
 • બાળકનો આઇ.ક્યૂ લેવલ વધારવા માટે સંતુલિત ડાયેટ જરૂરી છે એમાં બ્રેઇનને બુસ્ટ કરવાવાળા ફૂડ્સને સામેલ કરો. એક્સ્પર્ટનું માનવું છે કે નટ્સ, બ્રોકોલી, હળદર અને ડાર્ક ચોકલેટ્સ જેવા બેઇન બુસ્ટર ફુડને પ્રાયોરીટી આપો.

 ખુલ્લી વાત :- અમિતા મહેતા [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન