બાળકની યોગ્યતાને કઈ રીતે નિખારશો ?  - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

બાળકની યોગ્યતાને કઈ રીતે નિખારશો ? 

 | 7:40 am IST

બાળકથી નાની શી ભૂલ થાય કે એ પોતાની અપેક્ષા પર ખરો ન ઉતરે તો તરત જ પેરેન્ટ્સ ગુસ્સે થાય છે કે તારામાં કશી અક્કલ નથી. દરેક બાળકને ભૂલ દ્વારા શીખવાનો હક છે અને પેરેન્ટ્સની શીખવવાની જવાબદારી છે. અગર પેરેન્ટ્સ બાળકની યોગ્યતાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ શકશે તો યોગ્ય આકાર પણ આપી શકે. બસ જરૂરી છે હીરાને ઓળખનાર પારખું ઝવેરીની દ્રષ્ટિની.

બાળકને ઓળખો

પેરેન્ટ્સ અને માતા- પિતા વચ્ચે સતત સંવાદની પ્રક્રિયા ચાલતી હોય છે અને બાળકની ગતિવિધિ પર ચાંપતી નજર પણ રહે છે. એમાંથી જ પેરેન્ટ્સે બાળકની રસ, રુચિ અને ક્ષમતાને ઓળખવાની છે. ભણતાં ભણતાં બાળક વચ્ચે બાળક ડ્રોઇંગ કરે છે, તો એને ડ્રોઇંગમાં રસ હોય શકે. એક ખૂણામાં બેસીને સ્ટોરી બુક વાંચે છે તો એને વાંચવું ગમે છે. ટી.વી. પર જોઈને ડાન્સ કરે કે અરીસા આગળ કોઈની મિમિક્રી કરે તો એેને ડાન્સ કે એક્ટિંગમાં રસ હોય શકે. પરંતુ પેરેન્ટ્સની ઊંચા માર્કસની અપેક્ષા અને સતત ભણવાના પ્રેશરને કારણે બાળક પોતાની ઈચ્છાને વ્યક્ત કરતું નથી. બાળક એનાં વર્તન દ્વારા જે- તે બાબતની રુચિ અને યોગ્યતા વ્યક્ત કરી જ દે છે. એ ઓળખીને સાચી દિશા બતાવવાની પેરેન્ટ્સની ફ્રજ છે. ક્રિકેટમાં રસ હોય તો ક્રિકેટનું કોચિંગ અપાવો અને ગિટાર ગમે તો ગિટાર શીખવા દો. એને શું ગમે છે અને એની યોગ્યતા શું છે એ પહેલાં જાણો. સમજો, સ્વીકારો અને પછી તમારી અપેક્ષાઓનો ભાર ખંખેરીને બાળકને એની રસની દિશામાં જવા દો.

તમારી દ્રષ્ટિ બદલો

બાળકને અમુક વસ્તુ ગમે છે એનો અર્થ એ નથી કે એ બાબતે બાળક એક્સપર્ટ છે. ગમતી વસ્તુ પણ ન આવડે કે શીખતા સમય લાગે કે વારંવાર ભૂલો થાય એવું બની શકે. આ સમયે પેરેન્ટ્સની ફ્રજ છે એને પ્રોત્સાહન આપવાની, એના પ્રયત્નોની તારીફ્ કરવાની અને સાચી દિશા બતાવવાની. મને તો ખબર જ હતી કે આ તારા વશની વાત નથી કે આટલું શીખવ્યા છતાં પણ આવડતું નથી. પૈસાનું પાણી કરે છે એવા નકારાત્મક વિધાનોથી બચીને ચાલો. તમે જેવો અભિપ્રાય આપશો એવી ધારણા બાળક પોતાના માટે બાંધશે અને એ જ પ્રમાણે વર્તશે. તેથી તમારી માનસિકતા બદલી હકારાત્મક બનો.

દરેક બાળકની જરૂરિયાત અલગ છે એ સમજો.

બાળકની જીદ- ગુસ્સો કે ખોટા વર્તનમાં સુધારો લાવવાનો પ્રયાસ પેરેન્ટ્સે કરવો જ પડે. પરંતુ એનાં વ્યક્તિત્વમાં અમુક બાબત અન્યથી જુદી જ રહેવાની તેથી એને બદલવું ન તો શક્ય છે કે ન તો યોગ્ય છે. બહુ બોલતાં બાળકને તમે દસ મિનિટ મૌન રહેવાનો ટાર્ગેટ આપી શકો કે દરેક બાબતે વચમાં બોલવા માટે ટોકી શકો. પરંતુ પોતાનો અભિપ્રાય ક્યારેક જ આપતા બાળકને તમે ટોકશો તો એ ફ્રી ક્યારેય બોલશે નહીં, એ જ રીતે જીદ્દી અને સમજુ, મહેનતુ અને આળસુ, કે ક્રોધી અને શાંત બાળકને ટેકલ કરવાની રીત જુદી છે. બંનેને એક રીતે હેન્ડલ કરશો તો બીજાને વગર કારણે નુકસાન કરશો. બાળકની નીડ શું છે અને તેને કઈ રીતે પૂરી કરવી એનો મનોવૈજ્ઞાાનિક અભ્યાસ પેરેન્ટ્સે કરવો જોઈએ.

મનોબળ કમજોર ન પડવા દો

જે પેરેન્ટ્સ બાળકની હારને સેલિબ્રેટ કરતાં શીખવે છે એ બાળકનું મનોબળ ક્યારેય તૂટતું નથી. માટે હારને વખડોવાને બદલે એનાં પ્રયત્નોને સરાહો, માર્કસ ઓછા આવ્યા છે તો પ્રેમથી કહો ઈટ્સ ઓકે, તે સારી જ મહેનત કરી હતી. કોઈ નાની ભૂલ થઈ ગઈ હશે. નેકસ્ટ ટાઈમ ધ્યાન આપજે. અથવા તો ભલે માર્કસ ઓછા આવ્યા તને બધંુ આવડે છે પછી શું કામ ચિંતા કરે છે. બાળક સ્પોર્ટસ કે ડાન્સ વગેરે કોમ્પિટિશનમાં ભાગ લઈને આવે એટલે પેરેન્ટ્સનો પ્રથમ પ્રશ્ન એ હોય કે મેડલ આવ્યો? અરે ભાઈ! સો બાળકોમાં એક જ બાળક જીતે છે અને જરૂરી નથી કે એ બાળક તમારું જ હોય. મેડલ આવ્યો એવું પૂછવાને બદલે તારા પરફેમન્સ કેવો રહ્યો ? તને ડર નહોતો લાગ્યો ને ? કેટલાં પાર્ટીસિપેન્ટ હતા ? એવા સવાલો પૂછો જેથી બાળકને ન જીતવા માટે દુઃખ ન થાય.

રોલ- મોેડલ બનો

બાળકમાં જે વસ્તુ તમે ઈચ્છો છો એ વસ્તુ માટે તમારે રોલમોડલ બનવું પડશે. જો તમે મહેનતમાં આળસ કરતા હશો તો બાળક પણ આળસું જ બનશે. તમને જૂઠું બોલતાં જોશે તો બાળક માટે સત્યની કોઈ કિંમત નહીં હોય. બાળકને સારો વ્યક્તિ બનાવવા માટે પહેલાં તમારે સારી વ્યક્તિ બનવું પડશે..

[email protected]