The color of the eye is caused by burning, irritating, this household remedy
  • Home
  • Fashion & Beauty
  • આંખમાં કલર જવાના કારણે થાય છે બળતરા, કરો આ ઘરગથ્થુ ઉપાય

આંખમાં કલર જવાના કારણે થાય છે બળતરા, કરો આ ઘરગથ્થુ ઉપાય

 | 12:24 pm IST

હોળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. હોળી રંગોનો તહેવાર છે આ દિવસે લોકો રંગોથી રમે છે. પરંતુ તે મજા મુસીબત બની જાય છે. કારણકે તે તમારી ત્વચા, વાળ અને આંખો માટે ખતરનાક હોય છે. પરંતુ જો તમે તમારી આંખોને નુકસાનથી બચાવવા માંગો છો તો અમે તમને જણાવી દઇએ કે કેવી રીતે બચાવવી જોઇએ. તો આવો જોઇએ કેવી રીતે આંખોમાં ગયેલા કલરથી થતા બળતરા તમે કેવી રીતે દૂર કરી શકો છો.

મીઠું અને પાણી

આંખોમાં પાણી આવે, બળતરા થાય, દુખાવો કે સોજા આવે તો મીઠા વાળું પાણી બેસ્ટ છે. મીઠામાં અનેક પ્રાકૃતિક તત્વ હોય છે. જે દુખાવા અને સોજાને ખતમ કરે છે. મીઠામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેના માટે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરી લો અને તેને કોઇ સ્વચ્છ કાપડમાં પલાળીને આંખોનો શેક કરો. સોજામાં મીઠાના પાણીથી શેક કરવાથી આરામ મળે છે.

કેસ્ટર ઓઇલ

આંખોથી જોડાયેલી સમસ્યાઓને તમે કેસ્ટર ઓઇલના ઉપયોગથી દૂર કરી શકો છો. રૂના એક ટૂકડાને કેસ્ટર ઓઇલમાં ડૂબાડીને હળવા હાથે તેને નીચવી લો. તે બાદ તેને આંખો પર રાખીને સૂઇ જાઓ. તમે ઇચ્છો તો આંગળીઓમાં કેસ્ટર ઓઇલ લગાવીને હળવા હાથે મસાજ પણ કરી શકો છો.

ટી બેગ

ચાની પત્તીમાં ઘણા એવા તત્વ હોય છે જે આંખોને ઠંડા રાખે છે અને બેક્ટેરિયાને નષ્ટ કરે છે. કેમોલાઇન, પિપરમિન્ટ અને સ્પેરમિન્ટ સહિત આંખોની બળતરાને ઓછી કરે છે. જેના માટે તમે ટી બેગને થોડીક વાર ગરમ પાણીમાં રાખો કે ઉપયોગ કરેલી ટી બેગ લઇ લો. હળવી ગરમ ટી બેગને તમે આંખો પર રાખો અને આંખોને બંધ કરી લો. જેનાથી આંખોની બળતરા ઓછી થઇ જાય છે અને આંખોમાંથી પાણી નહી નીકળે સાથે જ આંખની આસપાસની કાળાશ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન