પોરબંદર: કેરીનો ગોટલો રસ્તા પર ફેંકવાનું પડ્યું ભારે, થયો આટલા રૂપિયાનો દંડ - Sandesh
  • Home
  • Gujarat
  • પોરબંદર: કેરીનો ગોટલો રસ્તા પર ફેંકવાનું પડ્યું ભારે, થયો આટલા રૂપિયાનો દંડ

પોરબંદર: કેરીનો ગોટલો રસ્તા પર ફેંકવાનું પડ્યું ભારે, થયો આટલા રૂપિયાનો દંડ

 | 9:39 am IST

પોરબંદરમાં કેરીનું ગોટલું ફેંકી ગંદકી કરનારનો પાલિકાએ રૂ.500 દંડ ફટકાર્યો હતો. આમ કેરીનું ગોટલું ફેંકનારને કેરીના બોક્ષ કરતા પણ ગોટલીની વધુ કિંમત ચુકવવી પડી હતી.

હાલમાં પોરબંદરમાં પાલિકા દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ ચાલી રહી છે અને ગમે ત્યાં ગંદકી કરનારને દંડ ફટકારવામાં આવે છે તેમ છતાં ધાર્યું પરિણામ મળતું નથી. આજે પાલિકાની ટીમ ચેકીંગમાં નીકળી હતી, ત્યારે જાહેરમાં કેરીના ગોટલાનો કચરો ફેંકવામાં આવતા તેને ખાવા માટે આવી પહોચેલી ગાયો ચારે બાજુ ગંદકી ફેલાવતી હતી. આથી આ દ્રશ્ય નજરે ચડતા પાલિકા દ્વારા કેરીનું ગોટલું ફેંકનાર વ્યકિતને રૂ.500નો વહીવટી ચાર્જ વસુલીને હવે જાહેરમાં ગંદકી ન કરવા ચેતવણી આપવામાં આવી હતી.

પાલિકાના ચીફ ઓફિસર હુદડે જણાવ્યું હતું કે આગામી ર ઓકટોબર સુધીમાં પોરબંદરને સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં લોકોને સહભાગી બનવું જોઈએ.