વિપ્રોને પછાડી આ કંપની બનશે દેશની ત્રીજા સ્થાનની સૌથી મોટી IT કંપની - Sandesh
  • Home
  • Business
  • વિપ્રોને પછાડી આ કંપની બનશે દેશની ત્રીજા સ્થાનની સૌથી મોટી IT કંપની

વિપ્રોને પછાડી આ કંપની બનશે દેશની ત્રીજા સ્થાનની સૌથી મોટી IT કંપની

 | 2:27 pm IST

આ ક્વૉર્ટરમાં એટલે કે (એપ્રિલ-જૂન 2018)માં ઈન્ડિયન આઈટી સર્વિસિઝ ઈન્ડસ્ટ્રીમાં મોટાં ફેરફાર થયેલા જોવા મળી શકે છે. HCL ટેક્નોલોજી હાલના ક્વૉર્ટરમાં રેવેન્યૂના આધારા પર વિપ્રોને પાછળ મુકી TCS અને ઈન્ફોસીસ પછી ત્રીજી સૌથી મોટી કંપની બની જશે. આ અંગેનો અંદાઝ HCL તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા પરિણામો પરથી લગાવી શકાય છે. જે હાલના ક્વૉર્ટરમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.

હાલની સ્થિતિમાં કોગ્નિજંટને ભારતીય કંપની માનવામાં આવે તો IT ક્ષેત્રે HCL ભારતની ચોથી સૌથી મોટી કંપની હશે. જો કે, કોગ્નિજંટ અમેરિકામાં રજીસ્ટર્ડ છે, પરંતુ તેના મુખ્ય અંશ ભારતમાં ફેલાયેલા છે, જેમાં મોટેભાગના કામદાર પણ ભારતીય જ છે. ગત્ત 2012માં ભારતીય IT કંપનીઓના ક્રમમાં ફેરફાર થયો હતો. જ્યારે કોગ્નિજંટે ઈન્ફોસિસને હટાવી બીજા સ્થાન પર પહોંચ્યું હતું.

અગાઉ એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે, HCL દ્વારા માર્કેટ કેપિટલાઈઝેશનના મામલે વિપ્રોને પાછળ મુકી દીધું છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, રેવેન્યૂના મામલે વિપ્રોને તે પાછળ મુકશે. બુધવારે ગત્ત નાણાંકીય વર્ષના છેલ્લા ક્વૉર્ટરના આંકડા જાહેર થયા ત્યારે HCLની રેવેન્યૂ વિપ્રોથી માત્ર 2 કરોડ 40 લાખ ડોલર(આશરે રૂ. 1 અબજ 59 કરોડ) જ ઓછી છે.

વાસ્તવમાં વિપ્રોને સૌથી મોટો ફ્ટકો અમેરિકાના હેલ્થકેર બિઝનેશના કારણે પડ્યો છે. જ્યારે HCL પાસે નવા બે મોટા ઓર્ડર હોવાના કારણે તેના રેવેન્યૂમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન