The court convicted a husband who was not given nutrition to his wife
  • Home
  • Ahmedabad
  • પત્નીને ભરણ પોષણ નહીં આપનાર પતિને ગ્રામ્ય કોર્ટે ફટકારી આકરી સજા

પત્નીને ભરણ પોષણ નહીં આપનાર પતિને ગ્રામ્ય કોર્ટે ફટકારી આકરી સજા

 | 7:25 pm IST

પત્નીને 51 માસ સુધી અદાલતે નક્કી કરેલ ભરણ પોષણ નહીં આપનાર પતિ યોગેન્દ્રસિંહ ચૌહાણને 1530 દિવસની કેદની સજા ગ્રામ્ય કોર્ટના જજ જે.એલ.પરમારે ફટકારી છે. કોર્ટે નોંધ્યુ છે કે, પતિને જપ્તી વોરન્ટની નોટિસ બજવણી થઈ હોવા છતા આજદિન સુધી રકમ જમા કરાવી નથી. સામેવાળા મળી આવતા નથી. જેના લીધે શહેર પોલીસ કમિશનરે અંગત વ્યકિતગત રસ લઈ પતિની ધરપકડ કરી જેલમાં મોકલી તે અંગેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.

ઘાટલોડિયામાં રહેતા યોગેન્દ્રસિંહ ચૌહાણ સાથે 2007માં લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં પરિણીતાને એક દીકરાનો જન્મ થતાં સાસરિયા વર્ષો સુધી જોવા આવ્યા નહોતા. 2013માં સસરાનું મૃત્યુ થતા દીકરાને લઈ સાસરીમાં જતા ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.પછી 2013માં સાસરિયા સામે ભરણ પોષણનો કેસ કર્યો હતો.

જેમાં કોર્ટે 20 હજાર રૃપિયા માસિક ભરણ પોષણ ૩ હજાર મકાન ભાડુ અને માનસિક ત્રાસના એક લાખ ભરવા હુકમ કર્યો હતો. જો કે, 51 માસ સુધી ભરણ પોષણ ન ચુકવતા પરણિતાએ કોર્ટમાં દાદ માંગી હતી. જેમાં કોર્ટે 10.20 લાખ ભરણ પોષણના,મકાન ભાડાના 1.53 લાખ અને માનસિક ખર્ચના એક લાખ મળીને કુલ 12.74 લાખ જમા નહીં કરતા જપ્તી વોરન્ટ કાઢયું હતું. આમ છતા પતિ ન મળતા કોર્ટે પોલીસ કમિશનર મારફતે તેને પકડી લાવવા નિર્દેશ આપ્યો હતો. જેના આધારે પોલીસ આરોપી પતિને પકડીને રજૂ કરતા કોર્ટે આરોપી પતિને 1,530 દિવસ કેદની સજા ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન