The cricketer was giving an interview the ball suddenly came from behind and then video viral
  • Home
  • Featured
  • ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો ક્રિકેટર, અચાનક પાછળથી આવ્યો બોલ પછી થઇ જોવા જેવી

ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો ક્રિકેટર, અચાનક પાછળથી આવ્યો બોલ પછી થઇ જોવા જેવી

 | 2:41 pm IST

ક્રિકેટ ઇતિહાસમાં ઘણા એવા કેચ જોવા મળે છે જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતુ એક ખેલાડીએ ઇન્ટરવ્યુ આપતા એવો કેચ પકડ્યો. જેને જોઇને તમે પણ હેરાન રહી જશો. ખેલાડી ગ્રાઉન્ડની બહાર ઇન્ટરવ્યું આપી રહ્યા હતા. ત્યારે ગ્રાઉન્ડથી હવામાં ઉડતો બોલ આવે અને તેને ઝડપથી પકડી લે છે. સર્રે કાઉન્ટી ક્રિકેટ ક્લબના રિક્કી ક્લાર્ક એશેજ સીરીઝ પર ઇન્ટરવ્યું આપી રહ્યા હતા. બેટ્સમેન શૉટ માર્યો અને ગ્રાઉન્ડની બહાર નીકળતા કેમેરા તરફ આવવા લાગ્યોય જેને રિક્કીએ પકડી લીધો.

વીડિયોમાં જોઇ શકો છો કે કેમેરા પર્સન અને ઇન્ટરવ્યુ લઇ રહેલા એન્કર બોલ જોઇને ગભરાઇ જાય છે. ક્રિકેટર તરત પાછળ જુએ છે અને એક હાથથી બોલને પકડી લે છે અને બેટ્સમેનને જોઇને હસવા લાગે છે. બોલ ફેકતા રિક્કી કહે છે- ઓફિસમાં ફરી એક વખત. સૌરી અમે કયા હતા.?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન