The criminals will tell that the truth is right or the AI will decide it now
  • Home
  • Technology
  • ગુનેગારો સાચુ બોલે છે કે ખોટું તે હવે AI નક્કી કરશે, જાણો તેની ખાસિયત

ગુનેગારો સાચુ બોલે છે કે ખોટું તે હવે AI નક્કી કરશે, જાણો તેની ખાસિયત

 | 5:30 pm IST

ર૧મી સદીમાં ટેકનોલોજીનો આવિષ્કાર માનવીને અધરામાં અધરા કામ સરળ બનાવવા મદદરૂપ થઈ રહી છે. તેમાં પણ આટિફીશ્યલ ઇન્ટેલીજીયન્સ (AI) માનવી માટે આશીવાદ રુપ પુરવાર થઇ રહ્યા છે.

અમેરિકન સંશોધકો દ્વારા વ્યકિતની છુપાવાતી હકીકતોને બહાર લાવવાની એક નવી ટેકનીક હાથમાં આવી છે. આ નવી શોધમાં લાઇ-ડિટેકટક AIના માઘ્યમથી વ્યકિત દ્વારા દર્શાવાતી ખોટી હકીકતોને સિગ્નલના માઘ્યમથી વ્યકિત સાચુ બોલે છે. તેની સિવાય વ્યક્તિ કેટલા ટકા ખોટુ બોલી રહી છે તેની ચોકકસ જાણકારી પણ આપશે.

અમેરિકામાં એક અભ્યાસ કરવામાં આવ્યો તેમાં ૩૦૦ મીલીયન મુળ આકૃતિઓને ડેટા મેળવી તેનું AI ટુલ્સ દ્વારા પૃથ્થકરણ કરી મગજના હાવભાવ અને તેના ન દેખાતા લક્ષણોને ઉજાગર કરીને મનના હાવભાવ જાણીને વ્યકિતની વાતમાં સચ્ચાઈ છે તેનું સચોટ તારણ કાઢયું. કેટલીક વાર વ્યકિતના મોઠા પર હાસ્ય દેખાતું હોય આ હાસ્ય તેની આંખોમાં હોતો નથી. એટલે કે વ્યક્તિના હાસ્યની સ્થીતી પૂર્ણ ન હોવાનું અને આ હાસ્યના ભાવમાં આનંદની અનુભૂતિ હોવાનું AIથી ખબર પડી જાય છે.

એપ્રિલ મહિનામાં જાહેર કરેલા એક અહેવાલમાં ફેસ રિડીંગનું AI ટુલ્સ પોલીસ માટે આરોપીનો ઇરાદાઓ પારખવામાં મદદરુપ થતું હોવાથી આરોપીને જામીન અને સજામાં વધારા ઘટાડા અંગેનો નિર્ણય લેવામાં મદદરુપ થશે. અમેરિકામાં આ નવી ટેકનોલોજી નો ઉપયોગ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ શરુ કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન