the crying policeman traffic police goes viral video delhi
  • Home
  • Videos
  • Featured Videos
  • ટ્રાફિક પોલીસે રડતા રડતા VIDEO કર્યો વાયરલ, કહ્યું ‘સિનિયર અધિકારીઓ પાવર બતાવે છે’

ટ્રાફિક પોલીસે રડતા રડતા VIDEO કર્યો વાયરલ, કહ્યું ‘સિનિયર અધિકારીઓ પાવર બતાવે છે’

 | 1:36 pm IST

દેશની રાજધાની દિલ્હીથી એક પોલિસ કર્મીનો ફરિયાદ કરતો વીડિયો વાયરલ થયો છે. આ પોલીસનો જવાન રડતા રડતા જે બોલી રહ્યો છે એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસનો આ જવાન પોતાનાં વરિષ્ઠ અધિકારીઓ પર આરોપ લગાવતો જોવા મળે છે. તે વીડિયોમાં બોલે છે કે, હું પહેલાથી પરેશાન છું. ડ્યુટી પર હોવા છતા મારા સિનિયર અધિકારી મને ગેરહાજર બવાતી રહ્યાં છે. તે ખુબ તાકતવર છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે પોલીસનો આ જવાન કઈ રીતે મદદની માગ કરી રહ્યો છે. આ દરમિયાન તંત્ર પર પણ સવાલ થઈ રહ્યો છે કે શું પોલીસમાં પણ અંદર સિનિયર જુનિયરનો ભેદભાવ રાખવામાં આવે છે.

તો વળી વીડિયો પર પ્રતિક્રિયા આપતા દિલ્હી પોલીસે પોતાનાં ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, આ મેટરને દિલ્હી યાતાયાત પોલીસ પાસે મોકલવામાં આવે છે. સયુક્લ પોલીસ ઓફિસર કે. જગદીશને કહ્યું કે આ કેસને લઈને એસપી સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે વીડિયોમાં પોલીસ જવાનનો દાવો છે કે હેરાન કરવામાં એસપી સ્તરનો પણ પોલીસ સામેલ છે. જો કે તેમણે એમ પણ કહ્યું છે કે એક વરિષ્ઠ અધિકારીએ તેમનું સમર્થન પણ કર્યું હતું. આ પોલીસ જવાને હેરાન કરનાર પર જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન