કોયલનો ટહુકો વસંતઋતુમાં વધારે સંભળાય છે, આવું શા માટે? - Sandesh
  • Home
  • Kids Corner
  • કોયલનો ટહુકો વસંતઋતુમાં વધારે સંભળાય છે, આવું શા માટે?

કોયલનો ટહુકો વસંતઋતુમાં વધારે સંભળાય છે, આવું શા માટે?

 | 3:20 pm IST

વસંતઋતુ આવતાં જ કોયલના મીઠા ટહુકા સંભળાવા લાગે છે. સામાન્ય રીતે એવું મનાય છે કે માદા કોયલ આ મધુર ટહુકાર કરે છે, પરંતુ આ માન્યતા સાચી નથી, ટહુકા નર-કોયલના પણ હોય છે.

નર તથા માદા કોયલ સમાન દેખાતાં નથી. નર કાગડા જેવો કાળો હોય છે, જ્યારે માદાને સફેદ ટપકાંવાળું રાખોડી રંગનું શરીર હોય છે. માદા કોઈ સુંદર સૂરો કાઢી શકતી નથી. વસંતઋતુ કોયલનો સંવનનકાળ છે. ત્યારે નર પોતાના પ્રખ્યાત ‘કુહૂ કુહૂ’ ટહુકાથી માદાને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. વસંતઋતુ પછી સંવનનકાળ પૂરો થતાં કોયલનું ગાવાનું ઓછું થઈ જાય છે.

માદા કોયલ પોતાનાં ઈંડાં સેવતી નથી. કાગડાના માળામાં પોતાનાં ઈંડાં મૂકી આવી તે તેને જ ઈંડાં સેવવા દે છે. હવે, સામાન્ય રીતે કાગડા વસ્તીની નજીક રહેતા હોય છે. આથી ઉનાળામાં કોયલ માણસોની વસ્તી નજીક આવે છે. એક વખત મેળાપ થઈ ગયો અને ઈંડાં મુકાયાં કે કોયલ ફરી જંગલમાં જતી રહે છે.