આ મૃત ફૂલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું - Sandesh
  • Home
  • Kids Corner
  • આ મૃત ફૂલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું

આ મૃત ફૂલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું

 | 12:41 am IST

ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

લંડનના રોયલ બોટનિક ગાર્ડને વર્ષના અંતમાં એમોફોફેલસ ટાઇટેનિયમ સુમાત્રા નામનું ખૂબ જ અદ્ભુત ફૂલ ઊગાડયું છે. આ ફૂલ જમીનથી ૩ મીટર જેટલંુ લાંબું છે. આ દુનિયાનું સૌથી ઊંચું ફૂલ માનવામાં છે. તેને મૃત ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાંથી મરેલા અને સડી ગયેલા પશુના માસની દુર્ગંધ આવે છે. દુર્ગંધ માઈલો દૂર સુધી ફેલાય છે. જંગલમાં ઊગતું આ ફૂલ ગંધથી માખીઓ અને નાના કીડાને પોતાની તરફ આર્કિષત કરે છે. રોયલ બોટાનિકલ ગાર્ડને આ ફૂલ જંગલની બહાર ઊગાડયું છે, તેને જોવા અને તેની ગંધ લેવા માટે તેમજ આ વિશાળકાય ફૂલને માપવા માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ ત્યાં પહાંેચી ગઈ હતી.

પોતાને ફૂલના માતા-પિતા ગણાવતા વનસ્પતિશાસ્ત્રી ર્હોિટકલ્ચરિસ્ટ માર્સેલો સેલારો અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કન્ઝર્વેટરીના એલિસા બિયોનીની દેખરેખ હેઠળ આ ફૂલ ઊગાડવામાં આવ્યું છે. આ દરમિયાન માર્સેલોએ જણાવ્યું હતું કે,  આ છોડના બીજ ૧૯૯૭માં જર્મનીના બોન બોટનિકલ બગીચામાંથી આવ્યા હતા. ૨૦૦૫માં અમે ફૂલને ફલિત કરવામાં સફળ રહ્યા હતા. એક ફૂલમાંથી બીજ પેદા કરવા માટે એક ફૂલની પરાગરજને બીજા ફૂલમાં નાંખવામાં આવી.આ ફૂલ તે બીજનું જ પરિણામ છે અને તેને ઊગતા ૧૩ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તેમાં મુખ્ય બે તબક્કાઓ છેઃ વનસ્પતિ કાળ અને ફૂલોનો સમયગાળો. એમોફોફેલસ ટાઇટેનિયમ સુમાત્રા ફૂલની પાંદડીઓ ઝાડના પાંદડા જેવા મોટા આકારના હોય છે. અને આ ફૂલની પાંદડીને પૂર્ણ રીતે ખીલતા લગભગ ૧૮ મહિના લાગ્યા હતા. એલિસાએ ફૂલની વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે હું સવારમાં ગ્લાસહાઉસમાં પ્રવેશ્યો ત્યારે ઉંદર મરી ગયો હોય તેવી દુર્ગંધ આવવા લાગી હતી. પણ જ્યારે ફૂલ ઊગાડયું છે તે વિસ્તારની નજીક હું ગયો ત્યારે મને સમજાયું કે આ શેની દુર્ગંધ છે. આ ફૂલ આટલી દુર્ગંધ મારતું હોવા છતાં તેની દુર્ગંધ વારંવાર લેવાની ઈચ્છા થયા કરે. તમે એમ કહી શકો કે તેની દુર્ગંધ લગભગ અસહ્ય છે. માટીની નીચેની કંદની ટોચ પરથી આ ફૂલ બનતા વર્ષો લાગતાં હોવા છતાં તેના પાંદડા ખૂબ જ ઓછા મર્યાદિત પ્રમાણમાં ખીલે છે અને તે ફૂલ પડે તે પહેલાં થોડા સમય માટે જ તેના પાંદડા ખીલે છે. માટે જો તમે એમોફોફેલસ ટાઇટેનિયમ સુમાત્રા નામના આ ફૂલને જોવા માંગતા હોવ અને તેની દુર્ગંધ લેવા માગતા હોવ તો જલદીથી તમારે ક્યુ ગાર્ડનની મુલાકાત લેવી જોઈએ. આ ફૂલે ૨૦૧૮ના બ્રિટિશ સાયન્સ વીક દરમિયાન, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન