The difference between normal fuel & power fuel, Sandesh News
  • Home
  • Featured
  • શું અંતર હોય છે સામાન્ય પેટ્રોલ અને પાવર પેટ્રોલમાં? જાણો આ પોસ્ટ દ્વારા

શું અંતર હોય છે સામાન્ય પેટ્રોલ અને પાવર પેટ્રોલમાં? જાણો આ પોસ્ટ દ્વારા

 | 9:50 am IST

જ્યારે પણ તમારા વ્હિકલનું પેટ્રોલ ખતમ થઈ જાય તો તમે પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા જતા જ હશો. મુખ્યત્વે પેટ્રોલપંપ પર બે પ્રકારના પેટ્રોલ રાખતા હોય છે. એક સાદું પેટ્રોલ હોય છે જેને આપણે સામાન્ય રાતે ભરાવતા હોય છે અને બીજુ જે પેટ્રોલ હોય છે જેને કંપની પાવર પેટ્રોલ કહે છે.

જણાવી દઈએ કે પાવર પેટ્રોલની કિંમત સામાન્ય પેટ્રોલ કરતા વધારે હોય છે. તમે વિચારતા હશો કે આ બંન્ને પેટ્રોલમાં શું અંતર હશે? તો જણાવી દઈએ કે આ બંન્ને પેટ્રોલમાં ઓક્ટેઈન નંબરનું અંતર હોય છે. સામાન્ય પેટ્રોલમાં ઓક્ટ્રાઈલ નંબર 87થી 89 હોય છે. જ્યારે પાવર પેટ્રોલમાં ઓક્ટેઈન નંબર 91થી 93 હોય છે. જેના કારણે પાવર પેટ્રોલની કિંમત સામાન્ય પેટ્રોલ કરતા વધારે હોય છે.

જો તમે હાઈ ઓક્ટેઈન નંબરવાળા પેટ્રોલનો ઉપયોગ કરો છો તો તે એન્જિનમાં Engine knocking અને detonatingને ઓછું કરે છે. આ બંન્ને એક મિકેનિકલ ટર્મ છે જેને સરળ શબ્દોમાં કહીએ તો એન્જિનથી આવતી ટક-ટકની અવાજને ધીમી કરી નાંખે છે. તેમજ હાઈ ઓક્ટેઈન પેટ્રોલ એન્જિનને અંદરથી કોઈપણ પ્રકારનું નુકશાન થવાથી બચાવે છે અને એન્જિનને પુરી માત્રામાં પાવર આપવામાં મદદ કરે છે. તમે તેનો ફાયદો જોવા માંગતા હોય તો તમારે પાવર પેટ્રોલને ત્રણથી ચારવાર ભરાવું પડશે. કારણ કે તેની અસર તમને ધીરે-ધીરે જોવા મળશે. તો સામાન્ય પેટ્રોલ અને પાવર અથવા પ્રિમિયમ પેટ્રોલમાં આ પ્રકારના અંતર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન