સાબર ડેરીના નિયામકમંડળની ચૂંટણી પર સુપ્રીમ કોર્ટે મનાઈહુકમ ફરમાવ્યો - Sandesh
  • Home
  • Gujarat
  • સાબર ડેરીના નિયામકમંડળની ચૂંટણી પર સુપ્રીમ કોર્ટે મનાઈહુકમ ફરમાવ્યો

સાબર ડેરીના નિયામકમંડળની ચૂંટણી પર સુપ્રીમ કોર્ટે મનાઈહુકમ ફરમાવ્યો

 | 1:24 am IST

। હિંમતનગર ।

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩.પ૦થી લાખથી પણ વધુ પશુપાલકોની આર્થિક રીતે જીવાદોરી સમાન ‘સાબર ડેરી’ના નિયામક મંડળના સભ્યોની ચૂંટણી ફરી વાર ઘોંચમાં પડી છે, અગાઉ ફેબ્રુઆરી મહિનાની ૧પમી તારીખે બહાર પડેલા જાહેરનામા બાદ તા.૮મી માર્ચે  સાબરડેરીની ચૂંટણી જિલ્લા વાઈઝ – જનરલ ચૂંટણી કે વિભાગ વાઈઝ યોજવી તે અંગેનો મામલો પહોંચતા જ હાઈકોર્ટે સ્ટે આપીને જજ બેલાબેન ત્રિવેદીએ જનરલ (સાબરડેરીના પેટા કાયદા) મુજબની ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો, જો કે એ આદેશને પણ પડકારવામાં આવતાં સમગ્ર મામલો ડબલ બેંચના જજ ન્યાયાધીશ રેડ્ડી અને પંચોલી સમક્ષ આ પ્રકરણ પહોંચતાં તેમણે ગત ૪ જુલાઈના રોજ સુનાવણી પુર્ણ કરીને તેના ૯૦ દિવસે એટલે કે ગત તા. પમી ઓક્ટોબરે અગાઉના સિંગલ જજ બેલાબેન ત્રિવેદીનો હુકમ માન્ય રાખીને જનરલ જિલ્લાવાઈઝ ચૂંટણી યોજવાનો આદેશ આપી દેતાં સાબરડેરીના ચૂંટણી અધિકારી (પ્રાંત કલેકટર) ભાર્ગવ પટેલે બે દિવસ અગાઉ બુધવારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગત માર્ચમાં જયાંથી ચૂંટણી અટકી હતી ત્યાં જ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, પરંતુ તે અગાઉ સમગ્ર મામલો સુપ્રીમમાં (એસ.એલ.પી.નં.૨૭૪૯૬/ ૨૦૧૮) પહોંચી ગયો હોવાથી આજે સુપ્રિમ કોર્ટે આ મામલે સ્ટે આપીને દિવાળી વેકેશન બાદ અગામી ૧રમી નવેમ્બર (લાભપાંચમ)ના રોજ સુનાવણી હાથ ધરી છે. મતલબ કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ મામલે ચૂકાદો ન આપે ત્યાં સુધી  સાબરડેરીની ચૂંટણી યોજાશે નહીં. આમ ફરીથી સાબરડેરીની ચૂંટણી ઘોંચમાં પડી છે.