The divine flower lotus fulfills the desire of procreation,
  • Home
  • Astrology
  • દિવ્ય ફૂલ કમળ સંતાનપ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરે ખરું?

દિવ્ય ફૂલ કમળ સંતાનપ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરે ખરું?

 | 8:06 am IST

વૃક્ષ-શાસ્ત્ર

આપણે જાણીએ જ છીએ કે પૂજામાં ફૂલનું વિશેષ મહત્ત્વ હોય છે. ગત અંકમાં આપણે કયાં ફૂલ કયા ભગવાનને પ્રિય છે, તેનું શાસ્ત્રોક્ત મહત્ત્વ શું છે, કયાં ફૂલ કઇ મનોકામના પૂર્ણ કરનાર છે તે સર્વ વિશે વાત કરી હતી. તેમાં જ આગળ વાત કરીએ તો ફૂલો વિશે એવી પણ માન્યતા છે કે જેમ મનુષ્યને ફૂલ અતિ પ્રિય હોય છે, તેમ ભગવાનને પણ પૂજામાં ફૂલ ચડાવવામાં આવે તો તેઓ જલદીથી રિઝાય છે અને આપણી મનોકામના જલદી પૂર્ણ કરે છે.

ગલગોટા  

કોઇપણ શુભ પ્રસંગ હોય ત્યારે ગલગોટાનાં ફૂલનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે,  આ ફૂલને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું પ્રિય ફૂલ માનવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને આ ફૂલનો હાર ચોક્કસ ચડાવવામાં આવે છે. આમ તો ગલગોટા કેસરી અને પીળા એમ બંને રંગના હોય છે, પણ જ્યારે તમે ભગવાનને ચડાવવા માટે ગલગોટા લેતા હોવ ત્યારે હંમેશાં પીળા ગલગોટા જ પસંદ કરવા. ગલગોટાનાં ફૂલને જ્ઞાન, વિદ્યા અને આકર્ષણનું પ્રતીક માનવામાં આવ્યાં છે. તેથી તમે આ ત્રણમાંથી કોઇની પણ કામના કરતાં હોવ તો ભગવાન વિષ્ણુ અને દેવી સરસ્વતી તેમજ લક્ષ્મીને ગલગોટા અપર્ણ કરવાં. સંતાન સંબંધિત કોઇ તકલીફ હોય તો પણ આ ફૂલ પ્રભુ ચરણોમાં અર્પણ કરી શકો છો.

ગુલાબ  

ગુલાબને ફૂલોનો રાજા ગણવામાં આવ્યો છે. આ ફૂલ શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. આમ તો ગુલાબ અનેક રંગનાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં લાલ ગુલાબનું મહત્ત્વ વિશેષ બતાવાયું છે. લાલ ગુલાબ મંગળ ગ્રહ સાથે સંબંદા ધરાવે છે જ્યારે તેની મીઠી સુગંધ શુક્ર સાથે સંબંધ ધરાવે છે. લાલ ગુલાબ પ્રભુનાં ચરણોમાં ચડાવવાથી પ્રેમ અને સંબંધમાં હંમેશાં મીઠાશ પ્રાપ્ત થાય છે. તેનાથી સંબંધમાં વિશ્વાસ વધે છે. વળી લાલ ગુલાબને લક્ષ્મીજીનું પણ મનગમતું ફૂલ કહેવાય છે. વૃક્ષશાસ્ત્રમાં કહેવાયું છે કે ધન સંબંધિત કોઇ તકલીફ હોય તો દેવી લક્ષ્મીનાં ચરણોમાં દર શુક્રવારે લાલ ગુલાબ ચડાવીને વ્રત કરવાથી આ તમામ સમસ્યા દૂર થશે તેમજ સંબંધમાં કોઇ તકલીફ હોય તો ભોળાનાથને લાલ ગુલાબ ચડાવવું.

કમળ  

કમળના ફૂલને તો દિવ્ય ફૂલ કહેવામાં આવ્યું છે. તેને આધ્યાત્મિક ફૂલ પણ માનવામાં આવે છે. કમળ પણ ગુલાબી, પીળા અને સફેદ રંગનાં હોય છે, પણ સફેદ કમળને ઊર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવ્યો છે. વૃક્ષશાસ્ત્રમાં કહેવાયું છે કે સફેદ કમળની ઊર્જા નવ ગ્રહની સકારાત્મક ઊર્જાને તમારી તરફ આર્કિષત કરે છે. કમળનું ફૂલ ઈશ્વર ચરણોમાં અર્પિત કરવાનો મતલબ કે તમે ખુદ તમારી જાતને ઈશ્વરનાં ચરણોમાં અર્પિત કરી રહ્યા છો. ઘરના પૂજાઘરમાં રોજ સફેદ કમળમાં શિવજી અને કૃષ્ણ ભગવાનને બેસાડવામાં આવે તો તેમની કૃપા સદાય ઘર ઉપર બની રહે છે. સંતાનપ્રાપ્તિની ઇચ્છા હોય તો દર એકાદશીએ ભગવાન કૃષ્ણનાં ચરણોમાં કમળ ચડાવવામાં આવે તો તે જરૂરથી પૂરી થાય છે. જ્યારે ૨૭ દિવસ સુધી રોજ કમળનું ફૂલ લક્ષ્મીજીને અર્પિત કરવાથી અખંડ રાજ્યની પ્રાપ્તિ થાય છે.

ક્રમશઃ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન