The dog became emotional when he saw a fish swimming without water
  • Home
  • Videos
  • Featured Videos
  • ViralVideo: પાણી વગર તરફડીયા મારતી માછલીને જોઈ ઈમોશનલ થયો કુતરો, આ રીતે બચાવ્યો નાનકડી માછલીનો જીવ

ViralVideo: પાણી વગર તરફડીયા મારતી માછલીને જોઈ ઈમોશનલ થયો કુતરો, આ રીતે બચાવ્યો નાનકડી માછલીનો જીવ

 | 11:55 am IST

આ દુનિયા હકીકતમાં ખૂબ અજીબોગરીબ છે. આવુ એટલા માટે કહી શકાય કારણ કે, દુનિયામાં ભાત-ભાતના લોકો વસે છે અને સમય ક્યારે પોતાનું ચક્ર ફેરવી લે તે કોઈને પણ ખબર નથી. અરેરે…એટલુ પણ સિરિયસ થવાની જરૂર નથી, અમે તો બસ એટલા માટે કહ્યુ કે, જો કુતરો જ્યારે કોઈ માછલીને જોવે તો એ સૌથી પહેલા તેના પર હુમલો કરી ખાવાનો પ્રયાસ કરે, બચાવી જાણે એવુ જોયુ છે ક્યારેય નહીં ને. તો જુઓ અહીં અમે આજે આપના માટે આવો જ એક વીડિયો લઈને આવ્યા છીએ. જેમાં આપ જોઈ શકશો કે પાણી માટે વલખા મારતી માછલીને કુતરો પાણીમાં છોડે છે અને તરફડીયા મારતી માછલીનો જીવ બચાવે છે.

આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક ટબમાં માછલી જીવતી છે, પણ તે લાંબો સમય જીવી શકે તેમ નથી કેમ કે, ટબમાં પાણી નથી અને પાણી વગર માછલીનું આયુષ્ય બહુ લાંબૂ ચાલી શકે નહીં. તેથી પાણી વગર આ માછલી પણ તરફડી રહી છે. જો કે, નજીકમાં ઉભેલા કુતરાએ આ દ્રશ્ય જોઈ તેણે મોમાં માછલીને લઈને બહાર કાઢી પાણીમાં છોડી દીધી, જાણે માછલીને જીવમાં જીવ આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન