The driver of a travels bus from Surat to Una teased a woman at midnight
  • Home
  • Featured
  • ગુજરાતમાં નિર્ભયાકાંડ થતો બચ્યો! બસમાં રાત્રે મહિલાને છેલ્લા સોફા પર સુવડાવ્યા બાદ ડ્રાઈવરની નજર બગડી અને પછી…

ગુજરાતમાં નિર્ભયાકાંડ થતો બચ્યો! બસમાં રાત્રે મહિલાને છેલ્લા સોફા પર સુવડાવ્યા બાદ ડ્રાઈવરની નજર બગડી અને પછી…

 | 8:04 am IST

અમરેલીઃ સુરતથી ઊના જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મધરાત્રે મહિલાને છેલ્લા સોફા પર સુવડાવ્યા બાદ બસના ચાલકે નજર બગાડતા મહિલાએ ૧૮૧માં કોલ કરીને મદદ માગી હતી જેથી રાત્રે બસને રોકીને ચલાલા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.

સુરતથી ગઈકાલે રાત્રીના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની બસ મુસાફરોને ભરીને ઊના તરફ જઈ રહી હતી અને અમરેલી જિલ્લામાંથી તે પસાર થઈ હતી. તેમાં સુરતથી બે મહિલાઓ ખરખરાના કામે જવા માટેે નાના બાળકા સાથેે ચડયાં હતાં અને તેમની સાથે કોઈ પુરુષ ન હોવાથી એકલા જ હતાં. રંધોળા ચોકડીથી ઢસા રોડ પર મહિલા બસમાં પાછળની સીટમાં હતાં અને રાત્રી હોવાથી અન્ય મુસાફરો સુઈ ગયાં હતાં ત્યારે ડ્રાઈવરે આવીને તેમની છેડતી કરી હતી. બાદમાં બસ ઉપાડી હતી.

મહિલાએ બસ ઊભી રાખી દેવા કહેવા છતાં બસ ઊભી રાખી નહોતી. જેથી મહિલાએ ૧૮૧માં કોલ કરીને સહાયતા માગી હતી. અમરેલી અભયમ સેવાના કાઉન્સેલર રોબીના બ્લોચ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ચલાલામાં બસને રોકાવીને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. ત્યાં બસના ચાલક સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આમ ચાલુ બસે ચાલકને મહિલા સાથે ચેનચાળા કરવા મોંઘા પડી ગયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન